Surendranagar Crime News: સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના દિગસર ગામે આજથી ચોવીસ દિવસ પહેલા યુવકની હત્યા કરાયેલ લાશ મળ્યા બાદ પોલીસે તપાસ હાથ ધરતા મૃતકની પત્નીએ જ પ્રેમી સાથે મળી હત્યા કરી હોવાનું સામે આવતા મુળી પોલીસે હત્યારી પત્ની, તેના પ્રેમી અને એક સાગરીત સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી છે.
ADVERTISEMENT
24 દિવસ પહેલા મળ્યો હતો મૃતદેહ
મળતી માહિતી અનુસાર, મુળી તાલુકાના દિગસર ગામે તળાવની પાળ પર આજથી ચોવીસ દિવસ પહેલા એક યુવકનો હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો હતો, જેથી પોલીસને જાણ થતાં મુળી પોલીસની ટીમ તાત્કાલિક દિગસર ગામે પહોંચી હતી અને મૃતદેહનો કબ્જો લઈ તપાસ હાથ ધરી હતી. પોલીસને યુવકની હત્યામાં કોઈ કડી મળતી ન હતી. બીજી તરફ હત્યા થયેલ યુવક કેતનની પત્ની અને પરિવારજનોએ જ્યાં સુધી હત્યાના આરોપીઓ ન ઝડપાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વિકારવાની હઠ પકડી હતી, પરંતુ પોલીસની સમજાવટ બાદ મૃતદેહ સ્વીકારીને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ Salman Khan ની કુંડળીમાં બેઠા છે રાહુ-શનિ, જ્યોતિષે કરી ભવિષ્યવાણી, જણાવ્યું કેવો રહેશે આવનારો સમય?
પોલીસને મળી આવ્યું હતું એક રેકોર્ડિંગ
જે બાદ મુળી પોલીસ સ્ટેશનના એ.એ. જાડેજાએ અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરતા એક શંકાસ્પદ યુવકનો મોબાઈલ હાથમાં આવતા મોબાઈલ ચેક કરતા એક રેકોર્ડિંગ મળી આવ્યું હતું. જેના આધારે પોલીસે હત્યાનો આખો કેસ ઉકેલી કાઢ્યો હતો.
પતિને પત્નીના કરતૂતની જાણ થતાં ઝઘડો થયો
આ મામલે સુરેન્દ્રનગરના Dysp વિશ્વરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે, પોલીસે મૃતકની પત્નીના પ્રેમી વિક્રમ માથસુરીયા, મૃતકની પત્ની સુરજીબેન, વિક્રમ વાઘેલાની આકરી પૂછપરછ કરતા તેઓએ જ હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. તેઓએ કબૂલાત આપી હતી કે સુરજીબેનને તેના કુટુંબીક દિયર વિક્રમ માથસુરીયા સાથે આંખ મળી ગઈ હતી અને બંન્ને એકબીજાને પ્રેમ કરતા હતા. તેઓ કાયમ ફેસબુક કોલ કે વોટ્સઅપ કોલ કરતા હતા, જેથી કોઈ રેકોર્ડિંગ ન રહે અને તેઓ પકડાઈ ન જાય, છતાં પણ કોઈક રીતે સુરજીબેનના પતિ કેતનભાઈ વાઘેલાને આ અંગે જાણ થઈ ગઈ હતી. જે બાદ બંને વચ્ચે ઝઘડો થયો હતો અને કેતનભાઈએ તેમના પત્ની સુરજીબેનને તેમના પિતાના ઘરે મોકલી આપ્યા હતા, છતાં ત્યાં પણ બન્ને પ્રેમીઓ મળતા હતા અને વોટ્સઅપ કોલથી સંપર્કમાં હતા.
આ પણ વાંચોઃ Big Breaking: જૂનિયર-સિનિયર ક્લાર્ક સહિતની પરીક્ષા સ્થગિત, ક્યારે જાહેર કરાશે નવી તારીખ?
પત્નીએ પ્રેમી સાથે મળીને બનાવ્યો પ્લાન
વિશ્વરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે, ત્યારબાદ સગાવાલાઓ સમાધાન કરી સુરજીબેનને દિગસર ગામે લઈ આવેલ પરંતુ સુરજીબેનને પ્રેમી વગર ગમતું ન હોવાથી તેમણે પતિનો કાંટો કાઢી નાખવા પ્રેમી સાથે મળીને હત્યાનો પ્લાન બનાવ્યો. રાતના સમયે સુરજીબેને જમવામાં શાકમાં 5 જેટલી ઘેનની ટીકડીઓ નાખી દીધી હતી અને પતિ કેતન વાઘેલાને દવાની અસર થતાં પ્રેમી વિક્રમ માથસુરીયા અને તેના ભાઈબંધ વિક્રમ વાઘેલાને બોલાવી લીધા હતા.
રેકોર્ડિંગથી ઉકેલાયો ભેદ
તેમણે જણાવ્યું કે, જે બાદ બેભાન હાલતમાં કેતન વાઘેલાને મોટરસાયકલ પર તળાવની પાળ પાસે લઈ જઈને કવાડીના ઘા મારી હત્યા કરી નાખી હતી. ત્યાર બાદ સુરજીબેન કંઇ જ બન્યું ન હોઈ તેમ મૃતદેહ સાથે સાથે રહી અને હત્યારાને ઝડપવા પોલીસ પાસે માંગ કરી રહ્યા હતા. પરંતુ PSI એ.એ. જાડેજાએ વિક્રમનો મોબાઈલ જોવા માંગતા તેમાં મૃતકની પત્ની સાથેની વાતચીતનું એક રેકોર્ડિંગ મળી આવ્યું હતું. જેનાથી પોલીસે હત્યાનો ભેદ ખોલી નાંખ્યો હતો અને આરોપીઓને જેલના સળિયાની પાછળ ધકેલી દીધા હતા.
રિપોર્ટઃ સાજીદ બેલીમ, સુરેન્દ્રનગર
ADVERTISEMENT