Patan News: પાટણના હારીજમાં આવલા દુધારામપુરા ગામમાં પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી નાખી હોવાનો મામલો સામે આવ્યો છે. ગામમાં મજૂરી કરીને ગુજરાન ચલાવતા પરિવારમાં પત્નીને ગામમાં જ યુવક સાથે આંખો મળી ગઈ હતી, જે બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો, પરંતુ તેમાં આડખીલી રૂપ પતિ આવતો હોવાથી પત્ની જ પ્રેમી સાથે મળીને પતિનો કાંટો કાઢવાનો પ્લાન બનાવ્યો હતો. બાદમાં ખૂની ખેલ ખેલીને બંને પ્રેમી પંખીડા ફરાર થઈ ગયા હતા. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને આરોપીઓને ઝડપી લીધા હતા.
ADVERTISEMENT
દોઢ વર્ષથી ગામના યુવકના પ્રેમમાં હતી પત્ની
વિગતો મુજબ, હારીજના દુધારામપુરા ગામમાં મોહન પરમાર મજૂરી કામ કરતો અને પરિવારનું ગુનરાન ચલાવતો. દોઢ વર્ષથી તેની પત્ની ભગીને ગામમાં રહેતા અરવિંદ ઠાકોર સાથે પ્રેમ સંબંધ હતો અને બંને અવારનવાર એકાંતની પળો માણતા હતા. આ બાબતની જાણ મોહનને થઈ ગઈ હતી અને તે ઘણીવાર દીકરાને કહેતો, ‘તારી માતાનો આડો સંબંધ મારો જીવ લઈ લેશે’. જોકે પ્રેમ સંબંધમાં ભગીને પતિ મોહન નડતો. આથી તેણે પ્રેમી અરવિંદ સાથે મળી પતિની હત્યાનું કાવતરું રચ્યું અને બાજુના ગામમાં મજૂરીના રૂપિયા લેવા જવાનું કહીને પતિને ગામની કેનલ નજીક લઈ ગઈ હતી.
પતિની હત્યા કરી પ્રેમી સાથે ફરાર
બીજી તરફ અરવિંદ પહેલાથી જ ત્યાં ગાડી લઈને પહોંચી ગયો હતો. ભગી અને તેનો પતિ પહોંચતા જ અરવિંદે મોહનને ધોકાથી માથા પર હુમલો કર્યો હતો અને લાશને કેનાલમાં ફેંકીને બંને ત્યાંથી જતા રહ્યા. બાદમાં માતા એકલી ઘરે આવતા દીકરાએ પિતા વિશે પૂછ્યું હતું. ત્યારે માતાએ તે બીજા કામથી બહાર ગયા હોવાનું જણાવ્યું. જોકે રાત સુધી પિતા પાછા ન આવતા પુત્રને ચિંતા થવા લાગી અને શોધખોળ શરૂ કરી. બાદમાં સવારે ગ્રામજનોને ઘટનાની જાણ થતા લાશની ઓળખ મોહન પરમાર તરીકે થઈ અને મોહનના દીકરોને જાણ કરાતા તે પણ ત્યાં પહોંચ્યો અને હારીજ પોલીસને જાણ કરી હતી. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડીના મોહનના દીકરાએ માતા અને તેના પ્રેમી સામે શંકા વ્યક્ત કરતા પોલીસને તેમની પૂછપરછ કરતા બંનેએ મળીને જ મોહનની હત્યા કરી હોવાનું સ્વીકાર્યું હતું.
ADVERTISEMENT