પાટણઃ પાટણના રાધનપુર પંથકમાં અંધ શ્રધ્ધાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પરિણિતાનું અવસાન થયા પછી તેમના પતિ દ્વારા સમાધિ લેવાની વાત કરવામાં આવતા જ માહોલ ગરમ થઈ ગયો છે. આ માહોલ વચ્ચે આખરે મામલો પોલીસના ધ્યાને આવ્યો હતો. પોલીસે સમગ્ર મામલે તપાસ કરતા આ વ્યક્તિને અટકાયતમાં લીધા હતા. જોકે આ મામલાને લઈને સમગ્ર કિસ્સો ચર્ચાના ચકડોળે ચઢી ગયો છે.
ADVERTISEMENT
પેન્ટ ઉતારી બિભત્સ માગણી કરનાર ભાઈનું બહેને ઢીમ ઢાળી દીધુંઃ નડિયાદ પોલીસે કરી ધરપકડ
સાંજે સમાધિ લેવાની તૈયારી કરી પણ…
પાટણમાં હાલમાં ટોક ઓફ ધી ટાઉન બનવા લાગેલી એક અંધ શ્રદ્ધાની ઘટનાએ ભારે ચર્ચાઓ જગાવી છે. દેવી પૂજક સમાજમાં અંધ શ્રધ્ધાની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી છે. અહીં રાધનપુરમાં એક પરણિત મહિલાનું અગમ્ય કારણોસર રાત્રે મોત થતાં મહિલાના પતિએ પત્ની પાછળ સમાધિ લેવાની વાત કરતા હંગામો મચ્યો છે. આખરે પોલીસે સમગ્ર મામલો હાથ પર લીધો છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અંધ શ્રધ્ધાનો કિસ્સો ચર્ચાના ચગડોળે ચઢ્યો છે. રાધનપુર ખાતે રહેતા દેવીપુજક સમાજના જીવરામભાઈ જગસીભાઇના ધર્મપત્ની રાત્રે દેવલોક થતા તેમને જાતે તેમની ધર્મ પત્ની સાથે જીવતી સમાધિ લેવા નિર્ણય લીધો હતો. જેની વાત કરતા થોડા જ સમયમાં સમગ્ર વિસ્તારમાં આ વાત ફેલાવા લાગી હતી અને ચર્ચાનો વિષય બન્યો હતો. સાંજના ચાર વાગ્યાના સમયે સમાધિ લેવાનો નિર્ણય કર્યો હતો. સમાધિનો નિર્ણય લેતા દેવીપુજક સમાજ અને અન્ય લોકો પણ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત જોવા મળ્યા હતા. જોકે આખરી સમયમાં પોલીસે આ સમગ્ર સમાધિના મામલાને પોતાને હાથે લઈને તમામને અટકાવી લીધા હતા.
(ઈનપુટઃ વિપિન પ્રજાપતિ, પાટણ)
ADVERTISEMENT