રજનીકાંત જોશી/દ્વારકા: ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાનું સંકટ છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડાની અસર વધારે જોવા મળશે. ત્યારે ગઈકાલે દ્વારકાના જગતમંદિરમાં ગઈકાલે એકસાથે બે ધજા ચડાવવામાં આવી હતી. ત્યારે કેટલાક ભક્તો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો હતો કે ચક્રવાતથી આવનારી આફતને ભગવાન દૂર કરે આ માટે બે ધજા ચડાવવામાં આવી છે. જો કેટલીક ટીવી ચેનલોમાં પણ દાવો કરાયો હતો કે ઈતિહાસમાં પ્રથમ વખત આ પ્રકારની ઘટના બની છે.
ADVERTISEMENT
જગતમંદિરમાં કેમ ચડાવાઈ બે ધ્વજા?
ત્યારે જગતમંદિરના શિખર પર બે ધ્વજા ચડાવવા અંગે સ્થાનિક તીર્થ પુરોહિતે ગુજરાત Tak સમક્ષ ચોખવટ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આસ્થા અને અફવાઓ વચ્ચે બિપરજોય ચક્રવાતના કારણે શ્રી દ્વારકાધીશના મંદિરે ધ્વજ પોલ પર ધ્વજ લહેરાવી શકાતો નથી અને જૂના ધ્વજને તળિયે છોડીને નવા ધ્વજનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ઘણા લાગણીશીલ ભક્તો તેને ચક્રવાતને ભગાડવા માટેનું વિધાન કહી રહ્યા છે, જ્યારે પત્રકારો તેને ઇતિહાસની પ્રથમ ઘટના કહીને ટી.આર.પી એકત્રિત કરી રહ્યા છે. પરંતુ હકીકત એ છે કે ધ્વજ ફરકાવવા માટે ઉપર જતી વ્યક્તિની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જ બે ધ્વજ ફરકાવવામાં આવતા હતા અને આવું અગાઉ પણ ઘણી વખત બન્યું છે.
સોમવારે દ્વારકાના જગતમંદિરમાં બે ધ્વજા ચડાવાઈ હતી
નોંધનીય છે કે, દ્વારકાના જગતમંદિરમાં શિખર પર દરરોજ પાંચ ધ્વજા ચડાવવામાં આવે છે. ગઈકાલે સોમવારે સવારે ધ્વજા ચડાવ્યા બાદ તેના પછીના નંબરની ધ્વજાને પહેલા ચડાવેલી ધ્વજાની નીચ ફરકાવવામાં આવી હતી. ઘણા ભક્તોએ એકલાથે મંદિર પરની બે ધ્વજાના દર્શનનો લાભ લીધો હતો. જોકે વાવાઝોડાના કારણે પવન વધારે હોવાથી મંદિરના શિખર પરના ધ્વજ દંડ પર નવી ધ્વજા ફરકાવવું જોખમી સાબિત થઈ શકે તેમ હોવાથી પહેલાની ધ્વજાની નીચે જ નવી ધ્વજા ફરકાવવામાં આવે છે.
ADVERTISEMENT