અમદાવાદ : યુવરાજસિંહ જાડેજા કાલથી પોતાના લાઇવ વીડિયોના કારણે ચર્ચામાં છે. જો કે GUJARATTAK સાથે વાતચીત કરતા કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ કર્યા હતા. યુવરાજસિંહે કહ્યું કે, મને 80 લાખ રૂપિયા રોકડા અને તે સિવાયના બીજા 2 કરોડ રૂપિયા કહો ત્યાં આંગડીયુ અથવા બેન્ક ટ્રાન્સફરની ઓફર પણ મને આપી હતી. જો કે મે જ્યારે આનો ઇન્કાર કરી દીધો હતો. જેથી મારા પર દબાણ લાવવા માટે મારા પરિવાર અને મારા સસરા પક્ષના લોકો દ્વારા મારા પર દબાણ લાવવા માટે ધમકી આપવામાં આવી હતી. આ લોકો મારા પરિવાર સુધી પહોંચ્યા તેના કારણે મને સમસ્યા થઇ હતી.
ADVERTISEMENT
યુવરાજસિંહે કહ્યું મને ફસાવવા માટે ષડયંત્રો થઇ રહ્યા છે
જેથી હવે આ લોકો મને ફસાવવા માટેના ષડયંત્રો રચી રહ્યા છે. જો કે રાજકીય કિન્નાખોરી રાખીને મને પોલીસ પ્રોટેક્શ પણ આપવામાં આવ્યું નથી. આ લોકો સતત મને ફસાવવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. જે આરોપીઓ છે તેને સરકારી સાક્ષી બનાવીને મને ફસાવવા માટેનું ષડયંત્ર ચાલી રહ્યું છે. ભાજપના એક નેતા કે જેનું કદ મારા કારણે ઘટ્યું છે? પોતાનું મંત્રીપદ પણ ગુમાવવાનો વારો આવ્યો છે તે નેતા હાલ મારી પાછળ હાથ ધોઇને પડ્યા છે. એકવાર પુછાઇ ગયું હતું કે કોણ યુવરાજસિંહ? આજે તેને યુવરાજસિંહ કોણ તેનો જવાબ ચારે તરફથી મળી રહ્યો છે. આ લોકો ગુનેગારને બચાવવા માટે મેદાને પડ્યા છે. મને તકલીફ છે કે આ લોકો ગુનેગારોની પડખે કેમ ઉભા છે?
સત્તાને સવાલ પુછનારા ક્યારે પણ સત્તાને ગમતા નથી
યુવરાજસિંહ કહ્યુ કે, હું એકલો લડું છું મારી સાથે જે ઇચ્છો તે કરી શકો છો. મારા પરિવાર સુધી પહોંચ્યા તેના કારણે મારી લાગણી છલકાણી છે. પરિવારની ચિંતા થાય તે સ્વાભાવિક છે. મારા સાળા અને મારા સસરાને પણ ધમકાવવામાં આવ્યા છે. ચિંતા માનવ સ્વભાવ છે. એ લોકો મારા પરિવારનો હથિયાર તરીકે ઉપયોગ કરવા ઇચ્છે છે. જ્યારે એક સમાજના લોકો આવ્યા તેમની સાથે વાત કરીને મે કહ્યું કે, તમારા સમાજ વિરુદ્ધ નહી આવું ખોટું કરનારા લોકો વિરુદ્ધ મારો જંગ છે. ત્યાર બાદ આ કાંડ કરનારા લોકો આવ્યા અને મારી માફી માંગીને એક તકની માંગ કરી. જો કે હું ભગવાન નથી બીજું કે અસત્ય હોય અને હું ચુપ રહું તો મારો આત્મા મને ડંખે. તેથી મે કહ્યું ખોટું થયું છે તે થયું જ છે તકનો કોઇ સવાલ નથી હું કૌભાંડ બહાર લાવીશ. પછી એ લોકોએ મને અઢી કરોડ રૂપિયા સુધીની ઓફર કરી. જો કે મે ઇન્કાર કરતા આખરે તેઓ એક રાજનેતા પાસે ગયા અને તેમને ઓફર કરીને તેમના પડખે લીધા. ત્યાર બાદ આ નેતા હવે મારી વિરુદ્ધ પડ્યાં છે. મે હસમુખ પટેલને આ અંગે રજુઆત કરી તેમણે આ લોકોની પુછપરછ કરી પરંતુ ફરિયાદ દાખલ નથી થઇ કારણ કે તે રાજનેતા હાલ વચ્ચે પડેલા છે. આ લોકો બિનઅધિકારીક રીતે પોલીસ પાસે છે પરંતુ ફરિયાદ નથી થઇ.
કોણ યુવરાજસિંહ પુછનારને આજે ચારે તરફથી યુવરાજસિંહ કોણ તેનો જવાબ મળી રહ્યો છે
ફસાવવા માંગતા રાજનેતા અંગે તેમણે કહ્યું કે, આ રાજનેતા ખુબ જ બિકણ છે. જેથી તેઓ સમાજને હાથો બનાવી રહ્યા છે. આ સમાજના કોઇ પુછતુ પણ ન હોય તેવા લોકો મારી પાસે આવીને મને સમજાવવાનો પ્રયાસ કરે છે. અમારે તેની સાથે જ રહેવાનું છે અને અમને તકલીફ પડશે તેવું દબાણ કરે પરંતુ હું 5-25 લોકો માટે થઇને હું મારા 5 લાખ વિદ્યાર્થીઓની બલી ન ચડાવી શકું. તમારા જ દિકરા સાથે જ્યારે અન્યાય થશે ત્યારે તમે શું કરશો. આજે એવા લેબ ટેક્નિશિયન છે જેને લેબોરેટરી અંગે કોઇ જ્ઞાન નથી અને તેઓ હાલ ડોક્ટર થઇને બેઠા છે. આવા તો અનેક કૌભાંડો ચાલી રહ્યા છે.
ADVERTISEMENT