પાટણ: ગાંધીનગરની કરાઈ તાલીમ એકેડમીમાં નકલી PSI કૌભાંડ મુદ્દે વિપક્ષે ગૃહમાં હોબાળો થયો હતો. કોંગ્રેસે ગૃહમાં પોતાની જગ્યા પર બેનરો બતાવી દેખાવો કર્યા હતા. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કોંગ્રેસ અને AAPના ધારાસભ્યોને પ્લેકાર્ડ લઇ લેવાની પાંચથી છ વાર ટકોર કરી હતી. જો કે તેમણે પ્લેકાર્ડ હટાવ્યા ન હતા અને હોબાળો કરવાનું ચાલુ રાખ્યુ હતુ. જે પછી મુખ્યમંત્રી દ્વારા પણ મધ્યસ્થી કરીને તેમને સમજાવવામાં આવ્યા હતા. તેમ છતા હોબાળો ન રોકાતા કોંગ્રેસ અને AAPના ધારાસભ્યોને ગૃહમાંથી એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે કિરીટ પટેલે પોતાને સસ્પેન્ડ કરવા માટે અધ્યક્ષને પત્ર લખ્યો છે.
ADVERTISEMENT
રાજ્યમાં નકલી પીએસઆઈ કૌભાંડ સતત ચર્ચામાં છે ત્યારે આ મુદ્દો વિધાનસભામાં ઉઠ્યો હતો. જેને લઈને કોંગ્રેસે ગૃહમાંપોતાની જગ્યા પર બતાવ્યા બેનરો બતાવી દેખાવો કર્યા હતા. સાથે જ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ગૃહમાં નિવેદન આપ્યુ હતુ કે, આ કૌભાંડમાં સરકારમાં બેઠેલાની મિલિભગત છે. કોંગ્રેસ યુવાનોની નોકરીની ચર્ચાની વાત કરે તો સરકાર ભાગે છે. ત્યારે હવે નૈતિક જવાબદારી સ્વીકારી શરમ કરી તાત્કાલિક ગૃહરાજ્યપ્રધાને રાજીનામું આપી દેવુ જોઇએ. જે પછી હોબાળો થતા વિધાનસભા અધ્યક્ષે ટકોર કરી હતી. જે પછી પણ હોબાળો યથાવત રહેતા કોંગ્રેસ અને AAPના ધારાસભ્યોને ગૃહમાંથી એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે આ મામલે કોંગ્રેસના ધારાસભ્યએ અધ્યક્ષને પત્ર લખી કહ્યું કે મને પણ સસ્પેન્ડ કરો.
આ પણ વાંચો: શંકર ચૌધરીને કોણે ફેંક્યો પડકાર, થરાદથી જીતીને સ્પીકર બનેલા ચૌધરી જશે હાઈકોર્ટ ?
જાણો શું લખ્યું પત્રમાં
પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને સસ્પેન્ડ કરવા પત્ર લખતા કહ્યું કે, જય ભારત સહ ઉપરોકત્ત વિષય પરત્વે જણાવવાનું કે, આજરોજ તા.1-3-2023 ના રોજ વિધાનસભા ગૃહમાં બોગસ પીએસઆઈ ભરતી કૌભાંડ બાબતે અમારા નેતા અમીતભાઈ ચાવડા દ્વારા ચર્ચા કરવામાં આવતા ગૃહતું વાતાવરણ તંગ બનેલ, જેથી અમારા કોંગ્રેસ પક્ષના 16 ધારાસભ્યો ને ગૃહમાંથી એક દિવસ માટે સસ્પેન્ડ કરેલ તેમજ અમારી વ્યાજબી માંગણીની ચર્ચા વિધાનસભા ગૃહમાં સરકારે થવા દિધેલ નહીં. તે સમયે હું ગૃહમાં હાજર ન હતો અમો કોંગ્રેસ પક્ષ સંગઠનમાં અને સહકારની ભાવનામાં માનતા હોઈ મને પણ આજના એક દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવા યોગ્ય કાર્યવાહી કરવા મારી સ્વેચ્છાએ વિનંતી છે.
(વિથ ઈનપુટ: વિપિન પ્રજાપતિ, પાટણ )
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT