વડોદરા: બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના અચાનક ગુજરાત પ્રવાસ વધવા લાગ્યા છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ રાજ્યમાં દિવ્ય દરબાર યોજ્યા બાદ તે ફરી એક વખત ગુજરાત આવ્યા છે. ધીરેન્દ્ર શાસ્ત્રી વડોદરામાં એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવી પહોંચ્યા હતા.
ADVERTISEMENT
સનાતન ધર્મ હિન્દૂ રાષ્ટ્રની વાત કરનાર અને બાગેશ્વરધામ પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી સમી સાંજે એકાએક વડોદરા આવી પોહચ્યા હતા. આ અંગે મીડિયા કે અન્ય કોઈ વ્યક્તિને ખબર ન પડે તે રીતે તેઓ એરપોર્ટથી ખાનગી કાર્યક્રમમાં પોહચ્યા હતા. આ માહિતી ત્યાં સુધી ગુપ્ત રખાઈ હતી.
ઉધ્યોગપતિના ઘરે પહોંચ્યા
જેમાં ગત 3 જૂનના રોજ યોજાયેલ દિવ્ય દરબાર કાર્યક્રમના આયોજકોને પણ અંધારામાં રાખવામાં આવ્યા છે. તેઓ વાઘોડિયા રોડ ખાતે નવનિર્મિત મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પણ ઉપસ્થિત રહ્યાં હતા.. તેઓ વડોદરા હરણી ખાતે આવેલ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ શહેરના ભાઈલી વિસ્તારમાં આવેલ દર્શનમ સ્પેન્ડરામાં રહેતા એક ઉદ્યોગપતિના ઘરે નવચંડી યગ્નનું આયોજન કર્યું હતું. ત્યાં પહોંચ્યા હતા..
આ કાર્યક્રમમાં બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ હાજરી આપી હતી. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનું વડોદરામાં એકાએક આગમન થતાં શ્રદ્ધાળુઓ ચોકી ઉઠ્યા હતા. તેમના દર્શનનો લાવો લેવા માટે પહોંચી ગયા હતા. બાબના ટૂંકા ગાળામાં ફરી વડોદરા આવવું અને બધાને અજાણ રાખતા અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે. દિવ્ય દરબારના મુખ્ય આયોજક અંધારામાં ગત 3 જૂનના રોજ શહેરના નવલખી ખાતે કરવામાં આવેલ. દિવ્યા દરબારના મુખ્ય આયોજક કમલેશ પરમારને પણ આ અંગે કોઈ માહિતી ના હતી.
ભાજપના નેતા હતા હાજર
ખાનગી કાર્યકામમાં હાજરી આપવાના હોવાની માહિતી માત્ર ભાજપ શહેર અધ્યક્ષ ડો.વિજય શાહને હતી. જેથી તેઓ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના સ્વાગત માટે હરણી એરપોર્ટ પોહચ્યા હતા. બાબના આગમનને લઈ કોઈ જાણીતા ચહેરા એરપોર્ટ પર હાજર ન હતા પરંતુ દિવ્ય દરબરનું ભવ્ય આયોજન કરનાર અયોજકને જ અંધારામાં રાખવામાં આવ્યા હતા. હવે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ફરી એકવાર આણંદ પણ જશે અને ત્યાં પણ કોઈ ખાનગી કાર્યક્રમમાં તેઓ હાજરી આપવાના છે. સનાતન ધર્મની વાત છડે ચોક કરનાર બાબા બાગેશ્વર અચાનક ગુપચુપ કેમ ગુજરાત આવ્યા અને મહત્વની વાત તો એ કે કોઈને જાણ કેમ ન કરી.
ADVERTISEMENT