બનાસકાંઠા: એક તરફ આજે કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ આજે ચાર્જ સાંભળી રહ્યા છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસને આજે એક મોટો ફટકો લાગ્યો. ત્રણ દાયકા કરતાં વધુ સમયથી કોંગ્રેસમાં રહેલા પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી આજે ભાજપમાં સામેલ થયા હતા. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે તેમને ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા હતા. જે બાદ સંબોધનમાં સી.આર.પાટીલે કહ્યું કે કોંગ્રેસે ટિકિટ વેચી એટલે પ્રમુખ બદલાયા.
ADVERTISEMENT
કોંગ્રેસ પર પ્રહાર કરતાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટીલે કહ્યું કે, આજે કોંગ્રેસના એક પ્રમુખ બદલાયા. કેમ બદલવા પડ્યો તો કે ટિકિટ વેચી, ન માત્ર ટિકિટોની વેચી પણ પૈસા પણ લીધા એટલે એમને બદલી દેવાયા, આવુ અમે નહીં કોંગ્રેસ કહે છે. એની જગ્યાએ બીજા એક આવ્યા. જે સતત હારતા આવ્યા છે. માંડ-માંડ રાજ્યસભામાં ગયા. હવે કોંગ્રેસે એમને જવાબદારી આપી છે. હવે આજે ચાર્જ લેવાના છે. 18 જૂને ચાર્જ લેવાના હતા એમા પણ કોંગ્રેસીઓએ જ વિધ્ન નાખ્યુ.ભાજપે નથી અટકાવ્યા, તેમને ચાર્જ લેતા કોંગ્રેસે જ અટકાવ્યા અને આજે અહીં ઉત્તર ગુજરાતમાં ગોવાભાઈ રબારીના સમર્થનમાં લોકોની ભીડ અને તેઓનું ભાજપમાં જોડાવુ આજનો આ ફોટો તેમને મોકલી આપવો જોઈએ. તમે બધાએ ભારે કરી, એક દિવસ પહેલા ગોવાભાઈ ભાજપમાં જોડાયા હોત તો કદાચ શક્તિસિંહ ચાર્જ ન સંભાળત.પણ કાંઈ વાંધો નહીં. દરેક પાર્ટીના પોતાના નિર્ણયો હોય છે. કોંગ્રેસમાં તો પ્રથા છે કે એક પ્રમુખ બન્યા છે એટલે ચાર પાંચ કાર્યકારી પ્રમુખ ટેકો આપશે. આ તમે જે ટેકો આપવા લાકડી રાખો છો ને એમ કાર્યકારી પ્રમુખ બનાવશે બધાને.
કોંગ્રેસ પર કર્યા પ્રહારો
કોંગ્રેસ કોઈને હિસાબ આપતી નથી. કોંગ્રેસના જ પ્રધાનમંત્રી કહેતા હતા કે દિલ્હીથી રુપિયો મોકલુ છુ 15 પૈસા જ મળે છે. આ 85 પૈસાનો ભ્રષ્ટાચાર કરે એ પાર્ટીનો સાંસદ ક્યારેય ચૂંટાય નહીં, બે વખતથી ભાજપ સતત જીતતી આવી છે. આ વખતે લોકસભાનું ટ્રેલર ભાજપે બતાવ્યું 156 બેઠકો મેળવીને. અગાઉ બે વાર 26 માંથી 26 સીટ તમે જીતાડી છે. પણ આપણે નક્કી કર્યું છે કે દરેક સીટનો ઉમેદવાર 5 લાખથી વધારે લીડથી જીતવો જોઈએ.
ADVERTISEMENT