Chandrayaan 3: ઈસરોના ડાયરેક્ટર નિલેશ દેસાઈ ખંભાતના મહેમાન બન્યા હતા. ખંભાત સીજેસી ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યક્રમમાં નિલેશ દેસાઈ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ચંદ્રયાન 3ના સફળ સોફ્ટ લેન્ડિંગની ચર્ચા કરવામાં આવી હતી. ત્યાં તેણે કહ્યું કે ચંદ્રયાન 3 હવે નિષ્ક્રિય થઈ ગયું છે. હાલમાં, ચંદ્ર પર 14 દિવસની એક રાત ચાલી રહી છે. જેમ જેમ રાત નજીક આવશે તેમ ચંદ્રયાન 3 સક્રિય થશે. ચંદ્રયાન 3 ને ઘણા ઈનપુટ મળ્યા છે જેના પર વૈજ્ઞાનિકો સઘન સંશોધન કરી રહ્યા છે.
ADVERTISEMENT
Chandrayaan 3 જ્યાં છે ત્યાં -120થી નીચું તાપમાન જાય છેઃ નીલેશ દેશાઈ
ઈસરો ડાયરેક્ટર નીલેશ દેસાઈએ કહ્યું કે, ચંદ્રયાન ૩ આપડે ૧૪ જુલાઈ લોન્ચ કર્યું હતું. અને 23 ઓગસ્ટ જેને પ્રધાનમંત્રી હવે નેશનલ સ્પેસ ડે તરીકે પણ જાહેર કર્યો છે. તે એ દિવસે આપડે સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું. ચંદ્રની સપાટી પર. એ પછી આપડે રોવર નીચે ઉતાર્યું હતું. લગભગ સાડા ચાર કલાક પછી. સાંજે ૬:૦૩ મિનિટે આપડે લેન્ડિંગ કર્યું હતું. અને લગભગ રોવર રાત્રે 10:30 વાગે ત્યાં ચંદ્રની સપાટી પર ઉતર્યું હતું. અને એ પછી લગભગ દસ દિવસ સુધી આપણે અલગ અલગ એક્સપરિમેન્ટ કર્યા હતા. અને એનો ડેટા બધો પૃથ્વી ઉપર આવી ચૂક્યો છે. અને એનો ડેટા આર્કાઇવ થઈ રહ્યો છે. અને આપણા વૈજ્ઞાનિકો છે તેના પર વધારે વિશ્લેષણ કરીને અમુક તારણો મળે તેની પર ધ્યાન આપી રહ્યા છે. તો એમાં ૪ લેન્ડર પર પેલોડ હતા. અને ૨ પેલોડ રોવર પર. રોવરે લગભગ અમે આશા રાખી હતી કે લગભગ ૩૦૦-૩૫૦ મીટર સુધી એનું મૂવમેન્ટ થાય . અને લગભગ અમે 105 મીટર જેવું એનું ત્યાં આગળી ચંદ્રની સપાટી પર એની મુવમેન્ટ કરી શક્યા છે. તો એ જે ૧૦૫ મીટર ત્યાં જે અલગ અલગ જગ્યાએ પ્રયાણ કર્યું અને ત્યાંથી જે ડેટા કલેક્ટ કર્યો. અને ખાસ કરીને ત્યાંની જમીન નું જે એનાલિસિસ છે. તે વિશ્લેષણ કરીને એમાં કયા કયા તત્વો છે , એ જાણવાના પ્રયત્ન કરશે. એમાંથી ખબર પડશે કે ભવિષ્યમાં ત્યાં માઈનિંગ થઈ શકશે કે નહીં. પાણીના કોઈ તત્વ મળે તો પછી પાણી ઉત્પન્ન કરવું હોય આપણે એસપીસ હેબિટેડ કે જીવન માટે પ્રયાસો કરવા હોય માણસોને વસાવવાના તો એ અત્યારે તો આ બધુ દૂરની વાત છે પણ આ તો એક શરૂઆત છે અને ખાસ કરીને સાઉથ પોલ દક્ષિણ ધ્રુવ પર ત્યાં કોઈ ગયું ન હતું. એટલે એ રીતે એક આ નવો પ્રયોગ છે. ત્યાં કોઈ ગયું ન્હોતું, તો પહેલીવાર ભારત દેશના આપણા સંસાધનો ત્યાં પહોંચી શક્યા છે. આપણું રોવર તો એને લીધે અલગ પ્રકારની માહિતી વિશેષતા છે. જે વૈજ્ઞાનિક જગત માટે ઘણી ઉપયોગી સાબિત થશે. તો એ આશય હતો. અને એ પછી આપણે રોવર ને લેન્ડર બેવને ડીએક્ટિવેટ કરીને સ્લીપ મોડમાં મુકેલા છે. ત્યાં જે કહેવાય કે ભયંકર રાત્રી શરૂ થઈ ચૂકી હતી. જે લગભગ 14 દિવસ સુધી ચાલશે, પૃથ્વીના ૧૪ દિવસ સુધી. જે લગભગ ત્યાં ટેમ્પરેચર જે છે એ -120c થી -220 ડિગ્રી સેન્ટિગ્રેડ સુધી નીચું જાય છે. તો એ દરમિયાન એનો ઇલેક્ટ્રોનિક સર્કિટને બધું એમાં ડેમેજ થવાની શક્યતાઓ રહેલી છે. તો હવે આપણને તેની સ્થિતિ ત્યારે ખબર પડશે કે 23મી સપ્ટેમ્બર એને ફરી રિવાઇવ કરશું.
ADVERTISEMENT