હીટરના કારણે આખુ ઘર સળગ્યું: ગાંધીનગરમાં બાળકો માટે લાલબત્તી સમાન ઘટના બની

ગાંધીનગર : શહેરના રાયસણમાં ગુડાના મકાનમાં હીટરના કારણે પાણી ગરમ કર્યા બાદ અચાનક શોર્ટ સર્કિટ થતા આગ લાગી ગઇ હતી. સ્માર્ટ ટીવીમાં બ્લાસ્ટ થતા આગ…

gujarattak
follow google news

ગાંધીનગર : શહેરના રાયસણમાં ગુડાના મકાનમાં હીટરના કારણે પાણી ગરમ કર્યા બાદ અચાનક શોર્ટ સર્કિટ થતા આગ લાગી ગઇ હતી. સ્માર્ટ ટીવીમાં બ્લાસ્ટ થતા આગ લાગી ગઇ હતી. આ ઘટના સ્માર્ટ ટીવી, ઘર વખરી અને ડ્રેસ મટિરિયલ સહિતનો માલસામાન બળીને ખાખ થઇ ગયો હતો. આ બનાવના પગલે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તત્કાલ સ્થળ પર દોડી જઇને બચાવ કામગીરી શરૂ કરી દેવાઇ હતી.

ગાંધીનગરના રાયસણમાં પંડિત દિનદયાળ વસાહનમાં ભયાનક આગ
ગાંધીનગરના રાયસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ વસાહતનમાં સ્માર્ટ ટીવીમાં બ્લાસ્ટ થવાની સાથે આગની ઘટના ઘટી હતી. અહીંના બ્લોક નંબર બી-003 માં રહેતા સંગીતાબેન જાદવ પતિ અને 17 વર્ષના દીકરા પ્રિન્સ સાથે રહે છે. સંગીતાબેન રસોઇ બનાવવાનું કામ કરે છે ઉપરાંત ડ્રેસ મટીરિયલનો પણ વેપાર કરે છે. આજે નિત્યક્રમ અનુસાર સંગીતાબેન રસોઇ બનાવવા માટે ગયા હતા. જ્યારે તેમના પતિ અમદાવાદ જવા માટે નિકળ્યા હતા. ત્યારે 17 વર્ષનો દિકોર પ્રિન્સ ઘરમાં એકલો હતો. પ્રિન્સે ન્હાવા માટે ડોલમાં પાણી ગરમ કર્યું ત્યાર બાદ પાણી ગરમ થયા બાદ ન્હાવા માટે બાથરૂમમાં ગયો હતો.

સ્માર્ટ ટીવીમાં બ્લાસ્ટ બાગ ઘરમાં ભડભડ આગ લાગી, બાળકનો આબાદ બચાવ
દરમિયાન અચાનક જ ઘરના રૂમમાં લગાવેલા સ્માર્ટ ટીવીમાં બ્લાસ્ટ થયો અને આગ ભડકી ગઇ હતી. ઘરમાંથી ભયાનક બ્લાસ્ટનો અવાજ આવતા પ્રિન્સ બાથરૂમમાંથી નિકળીને બહાર દોડી ગયો હતો. તત્કાલ જ્વાળામાં સ્માર્ટ ટીવી, ટીપોઇ અને ડ્રેસ મટિરિયલમાં આગ લાગી ગઇ હતી. જો કે બ્લાસ્ટનો અવાજ સાંભળી પાડોશીઓ તત્કાલ દોડી આવ્યા હતા. તેમણે પ્રિન્સને બહાર કાઢ્યો હતો. ફાયરને કોલ કર્યો હતો. જો કે ફાયર પહોંચે તે પહેલા આગ ઘણી વિકરાળ થઇ ગઇ હતી. જો કે સદનસીબે કોઇ જાનહાની થઇ નહોતી.

    follow whatsapp