Gandhinagar News: લોકસભાના પરિણામ બાદથી જ ભાજપમાં નવા-જૂનીના વાદળો ઘેરાયા છે. ત્યારે સૌથી મોટી ચર્ચા પ્રદેશ પ્રમુખનું નામ ક્યારે જાહેર થશે તેની રાહ જોવાયેલી છે. એવામાં ગુજરાત ભાજપની આજે મોટી બેઠક થવા જઈ રહી છે.
ADVERTISEMENT
ગુજરાત ભાજપની સૌથી મોટી બેઠક
આ બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારી માટે રાજ્યના મુખ્યાલયમાં બેઠક થવા જઈ રહી છે. જે માટે બીજેપી અધ્યક્ષ સીઆર પાટીલ રાજ્ય મુખ્યાલય પહોંચશે. કેન્દ્રીય મંત્રી બન્યા બાદ પ્રથમ બાદ તે કમલમ જશે. રાજ્યની ટીમ અને મોરચા પ્રમુખ સાથે સંકલન બેઠક થશે. જે બાદ તમામ જિલ્લા પ્રમુખો અને મહામંત્રીઓ સાથે બેઠક યોજાશે. લોકસભા ચૂંટણીના પરિણામો બાદ સુસ્ત દેખાઈ રહેલ સંગઠને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીની તૈયારી માટે બેઠક યોજી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને સંગઠન મહામંત્રી રત્નાકર માર્ગદર્શન આપશે. ઓક્ટોબર-નવેમ્બરમાં 75 મહાનગરપાલિકાઓ, 9 મહાનગરપાલિકાઓ, 2 જિલ્લા પંચાયતો અને 17 તાલુકા પંચાયતો સાથે 4 હજારથી વધુ પંચાયતો માટે ચૂંટણી યોજાશે.
છૂટાછેડા બાદ પંડ્યા નતાશાને સંપત્તિનો કેટલો હિસ્સો આપશે? Video માં થયો ખુલાસો
નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત ક્યારે?
સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી માટે તૈયારી કરેલી ભાજપે હજુ સુધી નવા પ્રદેશ પ્રમુખના નામ પર કેમ કોઈ ચર્ચા કરી નથી. બોટાદની બેઠકથી નવા પ્રદેશ પ્રમુખનું નામ જાહેર થવાની ચર્ચા ચાલી રહી છે પણ હજુ સુધી તેના પર કોઈ અપડેટ આવી રહ્યું નથી. જોકે સૂત્રો પરથી મલ્ટી જાણકારી અનુસાર, હાલ ભાજપ હાઈ કમાન્ડ 3 ઓબીસી ચહેરા પર વિચારણા કરી રહ્યું છે. જેમાં પૂર્ણેશ મોદી, મયંક નાયક અને જગદીશ પંચાલના નામ મોખરે છે. પણ હવે એ જોવાનું રહેશે કે ભાજપ આ નામ પર ક્યારે મોહર લગાવશે.
ADVERTISEMENT