અમદાવાદ: રાજ્યભરમાં પરીક્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા યોજાઈ રહી છે. આ દરમિયાન આજે ધોરણ-12ના સામાન્ય પ્રવાહના કોમ્પ્યુટર વિષયનું પેપર વાયરલ થયું હોવાના યુવરાજસિંહના ટ્વિટથી ખળભળાટ મચ્યો હતો. ત્યારે આ મામલે બોર્ડના ચેરમેન એ.જે.શાહનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે આ ઘટના સાચી નથી. બોર્ડના ચેરમેન એ.જે.શાહે કહ્યું કે, સાયબર ક્રાઇમની અંદર પેપર ફૂટ્યા બાબતે ફરિયાદ કરવામાં આવશે. ત્યારે બીજી તરફ યુવરાજસિંહે કહ્યું કે મે ક્રોસ વેરીફીકેશ કર્યું છે. જેમાં આ તે જ પેપર છે.
ADVERTISEMENT
રાજ્યમાં એક બાદ એક પેપર ફૂટવાની ઘટના સામે આવી રહી છે. આ દરમિયાન ચાલી રહેલી બોર્ડની પરીક્ષાનું પેપર વાયરલ થયું હતું. જેને લઈ વિધ્યાર્થીનેતા યુવરાજસિંહ પરમારે ટ્વિટ કરી આશંકા વ્યક્ત કરી હતી. ત્યારે હવે આ મામલે બોર્ડના ચેરમેન એ.જે.શાહે સત્તાવાર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ટ્વીટર પરથી પેપર મળ્યું જેમાં માત્ર 12 થી 15 જેટલા પ્રશ્નો જ બહાર ફરતા પેપર માં પૂછયાં હતા. સાયબર ક્રાઇમની અંદર પેપર ફૂટ્યા બાબતે ફરિયાદ નોંધવામાં આવશે.
પેપર ફુટ્યાની ઘટના કોઈ સાચી નથી
એક તરફ પેપર ફૂટવા અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધવામાંઆવશે. ત્યારે બીજી તરફ કહી રહ્યા છે કે, આ પેપર ફૂટ્યું નથી. જોકે રાજ્યભરમાંથી 1 લાખ 8 હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. ત્યારે પરીક્ષામાં મોબાઈલ સાથે લઈ જનાર વિધ્યાર્થીઓ પર લઈ ગયા હોય શકે છે. ત્યારે આ કેસમાં સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરીશું. પેપર 3 વાગ્યાનું વિધ્યાર્થીના હાથમાં આવી જાય છે. ત્યારે પેપર ફુટ્યાની ઘટના કોઈ સાચી નથી
જાણો શું કહ્યું યુવરાજસિંહે
કમ્યુટરનું પેપર વાયરલ થયું છે. મે ક્રોસ વેરીફીકેશ કર્યું છે જેનાથી ખાબેર પડી છે કે આ એજ પેપર છે જે આજની પરીક્ષામાં પૂછયેલું છે. સરકારને નમ્ર વિનતિ કે જે પેપર વાયરલ થયું છે તેની પુષ્ટિ કરવામાં આવે. જવાબદાર વ્યક્તિ પર એક્શન લેવામાં આવે અને જે પણ લોકોએ આ પેપર વાયરલ કર્યું છે તેના પર કડક કાર્યવાહી થાય તેવી માંગણી છે.
ADVERTISEMENT