ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજનો દિવસ ખુબ જ મહત્વનો રહ્યો હતો. અચાનક જ બે મંત્રીઓ પાસેથી તેમના મંત્રાલયો છીનવી લેવાયાના સમાચાર આવ્યા. સૌથી પહેલા આ સમાચાર GUJARAT TAK પાસે આવ્યા અને ત્યાર બાદ અનેક માધ્યમોમાં આ સમાચાર વહેતા થયા. જો કે આ જાહેરાત કરવા માટે કાલનો દિવસ અધિકારીઓએ નક્કી કર્યો હતો.
ADVERTISEMENT
ભાજપની અત્યંત ગુપ્તની નીતિ ગુજરાતમાં નિષ્ફળ થઇ રહી છે
ભાજપની નીતિ અનુસાર ડાબો હાથ કામ કરે તો જમણા હાથને પણ ખબર ન પડે તે રીતે કામ થતું હોય છે. તેવામાં આટલા મોટા સમાચાર કઇ રીતે લીક થયા તેનો તાગ મેળવવાનો પ્રયાસ ઉચ્ચ પદસ્થ નેતાઓ અને અધિકારીઓ શોધી રહ્યા છે. આ પહેલીવાર નથી જ્યારે ભાજપના સમાચાર લીક થયા હોય. અગાઉ પણ મંત્રીમંડળના રાજીનામા સમયે પણ સમાચાર લીક થયા હતા આ ઉપરાંત અનેક પદાધિકારીઓની વરણી સમયે પણ સમાચાર લીક થઇ ગયા હતા.
હર્ષ સંઘવીના પોલીસ પેકેજ અંગેના સમાચાર પણ લીક થયા હતા
આ ઉપરાંત હર્ષ સંઘવીના પેકેજની જાહેરાત અંગે પણ સમાચાર લીક થયા હતા. જેનો ફાયદો લઇને આપ અને કેજરીવાલે પોલીસના ગ્રેડ પેનો મુદ્દો ઉછાળી દીધો હતો. જેના કારણે સરકાર દ્વારા કરાયેલી જાહેરાતની ક્રેડિટ આપને મળી હતી. આ બીજી એવી ઘટના બની કે અતિઉચ્ચ સ્તરની વાત લીક થઇ ગઇ હોય. ભાજપ ઉપરાંત સરકારી તંત્ર પણ આ લિકેજ શોધવા માટે પ્રયાસ કરી રહ્યું છે. આઇબીને પણ કામે લગાવવામાં આવ્યું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. ત્યારે હાલ તો મંત્રીઓના રાજીનામાને હવે અધિકારીક રીતે મહોર લાગી ચુકી છે. આ અંગેનું અધિકારીક નોટિફિકેશન પણ સરકાર દ્વારા બહાર પાડી દેવામાં આવ્યું છે.
આખરે પેપર ફુટી ગયા બાદ સરકારે અધિકારીક જાહેરાત કરવી પડી
મોડે મોડે પેપર ફુટી ગયા બાદ સરકાર દ્વારા અધિકારીક નોટિફિકેશન બહાર પાડી દેવાયું હતું. જો કે આ અંગે મંત્રીઓનો સંપર્ક કરતા તેમને પણ આ અંગે કોઇ માહિતી નહોતી. તેમણે પણ આ માત્ર અફવા હોવાની વાત કરી હતી. પરંતુ મોડી રાત્રે સુત્રોના હવાલેથી આવેલા સમાચાર સાચા સાબિત થયા હતા. રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસુલ અને પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ અને મકાન વિભાગ છીનવી લેવાયો હતો. ચૂંટણી નજીક છેતેવામાં અનેક સંવેદનશીલ નિર્ણયો થતા હોય છે તેવામાં આ લીક ન થાય તે માટે ભાજપ અને સરકારે પોતાની અંદર રહેલા લિકેજને ખાળવો જ રહ્યો.
ADVERTISEMENT