અમદાવાદ: દેશભરમાં બાગેશ્વર ધામ સરકાર નામથી જાણીતા બનેલા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ગુજરાતમાં દિવ્ય દરબાર યોજવા જઈ રહ્યા છે. વિગતો મુજબ અમદાવાદ, સુરત અને રાજકોટમાં મે અને જૂન મહિનામાં બાગેશ્વર બાબાનો દિવ્ય દરબાર યોજાવાનો છે. જેની તારીખો પણ સામે આવી ચૂકી છે. જે મુજબ સુરતમાં 26 અને 27 મેના રોજ તો રાજકોટમાં 1લી અને 2જી જૂને આ કાર્યક્રમ યોજાશે. જ્યારે અમદાવાદમાં 29 અને 30 મે ના રોજ બાગેશ્વર બાબાનો દિવ્ય દરબાર યોજાવાનો છે. રાજકોટ બાદ અમદાવાદથી બાબાને ચેલેન્જ આપવામાં આવી છે.
ADVERTISEMENT
ગુજરાતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો કાર્યક્રમ ફેલ જશે તેવી ખુલ્લી ચેલેન્જ સાથે વિજ્ઞાન જાથાના ચેરમેન દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું હતું. ચેરમેને કહ્યું કે સરકારે જ આવા લોકોને ગેરમાર્ગે દોરતા કાર્યક્રમોને ગુજરાતમાં પરવાનગી આપવી ના જોઈએ. ત્યારે હવે અમદાવાદમાં પણ બાબાને ચેલેન્જ આપવામાં આવી છે. અમદાવાદ મેડિકલ એસોસિએશનના સભ્ય અને જાણીતા ડૉક્ટર વસંત પટેલે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંક્યો છે કે, જો બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીમાં કોઈ શક્તિ છે તો કિડની અને કેન્સર હોસ્પિટલમાં દર્દીઓને સાજા કરે.
ગુજરાતમાં ત્રણ શહેરમાં યોજાશે દરબાર
ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં આવે તે પહેલા જ વિવાદના વંટોળમાં આવવા લાગ્યા છે. ગુજરાતમાં સુરતથી દિવ્ય દરબાર શરૂ થશે. ત્યારે બાદ તે અમદાવાદમાં ઘાટલોડીયાના ચાણક્યપુરી વિસ્તારમાં તેમનો આ દરબાર ભરાશે. ત્યાર બાદ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો રાજકોટમાં પણ દરબાર લાગવાનો છે. રાજકોટમાં વિરોધ થયા બાદ અમદાવાદમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર લાગે તે પહેલા જ એક મોટો વિવાદ થયો છે. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને અમદાવાદ મેડિકલ એસોસિયેશનના ડોક્ટર દ્વારા પડકાર ફેંકવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ
ડૉક્ટર વસંત પટેલે સોશિયલ મીડિયા પર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી સામે પડકાર ફેંક્યો છે કે, બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીમાં જો ખરેખર કોઈ શક્તિ છે તો તેઓ કિડની અને કેન્સર હોસ્પિટલમાં દર્દીઓને સાજા કરે. તેમજ દેશમાંથી નક્સલવાદને આતંકવાદનો ખાતમો કરે.
ADVERTISEMENT