સંજયસિંહ રાઠોડ, સુરત: રેલ્વે સ્ટેશન પર ફરજ બજાવતા આરપીએફ જવાન સંદીપ યાદવની સમય સૂચકતાના કારણે રેલવે મુસાફરનો જીવ બચ્યો છે. યુવાન સુરત રેલવે સ્ટેશન પર 82653 પેસેન્જર ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો, આ દરમિયાન તેનો પગ લપસી ગયો અને પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે પડી ગયો હતો. કોઈ દુર્ઘટના ઘટે તે પહેલા આરપીએફના જવાને મુસાફરનો જીવ બચાવ્યો છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
ADVERTISEMENT
રાજ્યમાં સુરતના રેલવે સ્ટેશન પર સતત ટ્રાફિક રહે છે આ દરમિયાન સુરત રેલવે સ્ટેશન પર એક યાત્રી ચાલુ ટ્રેનમાં ચડવા જતા પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે ગબડી પડ્યો હતો હતો. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઇ હતી. પ્લેટફોર્મ નંબર 1 પર ટ્રેન ચાલુ હતી અને ધીમે ધીમે રફતાર પકડી રહી હતી. તેજ વેળાએ યાત્રીનો પગ લપસી જતા તે ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે ફસાઈ ગયો હતો. પ્લેટફોર્મ પર ફરજ બજાવી રહેલો RPF સંદીપ યાદવની તેના પર નજર પડી હતી. જેથી સંદીપ યાત્રીને બચાવવા દોડ્યા હતા. તેઓને જોઈ અન્ય લોકો પણ મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ અને RPF જવાનને યાત્રીને બહાર કાઢ્યો હતો.
સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ
સદનસીબે આ ઘટનામાં પ્રવાસીનો જીવ બચી ગયો હતો. આ ઘટનામાં યાત્રીને સામાન્ય ઈજાઓ થઇ હતી. ઘણી વખત સ્ટેશન પર લોકો ટ્રેનમાં સીટ મેળવવા માટે ચાલુ ટ્રેનમાં ચડવાની કોશિશ કરતા હોય છે અને અકસ્માતે ટ્રેનમાંથી પટકાતા હોય છે ક્યારેક આવી ભૂલના કારણે જીવ પણ ગુમાવવાનો વારો આવતો હોય છે. ત્યારે સુરતની આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ છે.
ADVERTISEMENT