Ambalal Patel's Rain Forecast: દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હવે ધીમે-ધીમે આગળ વધી રહ્યું છે અને મુંબઈ સહિતના મહારાષ્ટ્રના વધુ વિસ્તારોને તે આવરી લેવાનું છે. આ ચોમાસાના આગમનના પગલે ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી સાથેનો વરસાદ વરસી રહ્યો છે, જે દર્શાવે છે કે રાજ્યમાં પણ આગામી દિવસોમાં ચોમાસું સક્રિય થઈ જવાનું છે. આ વચ્ચે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે.
ADVERTISEMENT
અંબાલાલે વરસાદની કરી આગાહી
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 10 અને 11 જૂન મુંબઈમાં ચોમાસું સત્તાવાર રીતે પહોંચશે, મુંબઈના નીચાણવાળા વિસ્તારમાં ભારે વરસાદના કારણે પાણી ભરાશે. મુંબઈનો વરસાદ વાહનવ્યવહાર પર અસર કરશે. ગુજરાતમાં પહોંચનારા ચોમાસામાં થોડો વિલંબ થઈ શકે છે. ગુજરાત ચોમાસાની ગતિવિધિ મંદ પડી છે.
9થી 12 જૂને વરસાદ પડશેઃ અંબાલાલ
અંબાલાલ પટેલે જણાવ્યું કે, 9થી 12 જૂન દરમિયાન ગુજરાતમાં અલગ-અલગ વિસ્તારમાં વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં આહવા, ડાંગ, વલસાડ, સુરત, નવસારી ધોધમાર વરસાદ થઈ શકે છે. તો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ઓખા, પોરબંદરમાં વરસાદ આવી શકે છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં હળવો વરસાદ આવી શકે છે. પૂર્વ ગુજરાતના પંચમહાલના ભાગોમાં વરસાદ વરસી શકે છે.
21 જૂન પછી ગુજરાતમાં ચોમાસાનું થશે આગમન
ગુજરાતમાં ચોમાસાનો વરસાદ ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થશે. ચોમાસું ધીમી ગતીએ ગુજરાત તરફ આગળ વધતા વિલંબ થશે. અરબસાગરના ભેજના કારણે પવન સાથે વરસાદ આવશે. 21-22 જૂન પછી બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન અને અરબ સાગરમાં લો પ્રેશર બનશે. ગુજરાતમાં ચોમાસુ આદ્રા નક્ષત્રમાં 21 જૂન પછી આવશે. એકંદરે 21 જૂન પછીનો વરસાદ ખેડૂતો માટે સારો ગણાશે.
24 કલાકમાં કેટલા તાલુકામાં પડ્યો વરસાદ?
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 24 કલાકમાં 72 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં તાપીના દોલવણમાં પોણા ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે વાલોડમાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોધાયો છે. તો ધમપુર અને બાબરામાં ત્રણ-ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કપરાડામાં બે ઈંચ અને કવાંટમાં 1.8 ઈંચ વરસાદ પડ્યો હતો. અમરેલીના લાઠી, નવસારીના વાંસદા અને સુરતના ઉમરપાડામાં પોણા બે ઈંચ વરસાદ પડ્યો હતો.
ADVERTISEMENT