અમદાવાદ: મોડી રાત્રે કચ્છના જખૌ બંદરે ટકરાયેલું બિપોરજય વાવાઝોડું વિનાશ વેરતું આગળ વધી રહ્યું છે. કચ્છમાં પ્રવેશીને ધીમે ધીમે આગળ વધી રહેલા વાવાઝોડાની અસર સમગ્ર ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળી રહી છે, તેમાં પણ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. ત્યારે સૌ કોઈના મનમાં સવાલ ઊદભવી રહ્યો છે કે વાવાઝોડું કેટલે પહોચ્યું અને હજુ ક્યાં સુધી સક્રિય રહેશે.
ADVERTISEMENT
નલિયાથી 30 કિમી દૂર પહોંચ્યું વાવાઝોડું
હવામાન વિભાગે મોડી રાત્રે 2.30 વાગ્યે આપેલા અપડેટ મુજબ, વાવાઝોડું છેલ્લા 6 કલાકમાં 13 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. ઉત્તર પૂર્વ તરફ જથૌ બંદરથી 40 કિમી અને નલિયાથી 30 કિલોમીટર દૂર પહોંચી ગયું છે અને લેન્ડફોલ બાદ તેની ગતિ ધીમી પડી છે. સાંજ સુદીમાં તે દક્ષિણ રાજસ્થાનમાં પહોંચી જશે.
આજે ક્યાં ભારે વરસાદની આગાહી?
હવામાન વિભાગ મુજબ, ગુજરાતમાં હજુ પણ 19મી જૂન સુધી વરસાદી માહોલ રહેશે. જેમાં આજે 16મી જૂને કચ્છ-સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ તથા મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે આવતીકાલે 17મી જૂને ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. 18મી જૂને બનાસકાંઠા, સાબરકાંઠા, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલાસડમાં વરસાદ પડી શકે છે. તો 19મી જૂને નવસારી અને વલસાડીમાં વરસાદની આગાહી આપવામાં આવી છે.
મોટા ભાગના જિલ્લાઓમાં આજે શાળા-કોલેજો બંધ
બિપોરજોય વાવાઝોડાને પગલે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. મોટા ભાગના વિસ્તારોમાં શાળા-કોલેજો બંધ રાખવા માટે કલેક્ટરો દ્વારા આદેશ કરી દેવાયા છે. બિપોરજોયના કારણે રાજ્યનું મોટા ભાગનું તંત્ર લગભગ ખોરવાઇ ચુક્યું છે.
સૌરાષ્ટ્રમાં બસ, રેલ અને વિમાન સેવા બંધ
સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં જતી એસટી બસ, રેલવે સેવા અને એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યા છે. આગામી આદેશ સુધી જળ,સ્થળ અને હવા તમામ માધ્યમો બંધ રહેશે. અનેક ડેપો દ્વારા પોતાની બસના રૂટ રદ્દ કરાયા છે અથવા તો ટુંકાવી દેવામાં આવ્યા છે. રેલવેને પણ શોર્ટ ટર્મિનલ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રનાં તમામ એરપોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યા છે.
ADVERTISEMENT