લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં શું ચાલી રહ્યું છે? છોટા ઉદેપુર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખે ધરી દીધું રાજીનામું

નર્મદા: વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જનતાનો વિશ્વાસ તો જીતી લીધો પરંતુ વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપમાં આંતરિક ખેચતાંણ વધી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આજે છોટા…

gujarattak
follow google news

નર્મદા: વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જનતાનો વિશ્વાસ તો જીતી લીધો પરંતુ વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપમાં આંતરિક ખેચતાંણ વધી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આજે છોટા ઉદેપુર જીલ્લા ભાજપના આદિવાસી નેતા જશુ રાઠવાએ તમામ હોદ્દાઓ પરથી રાજીનામું ધરી દીધું છે. રાજીનામાંના પત્રમાં જણાવ્યું કે, આપના આદેશ અનુસાર હું ભારતીય જનતા પાર્ટીના નીચે જણાવ્યા મુજબની તમામ જવાબદારીઓ રાજીનામુ આપું છું.

જશું રાઠવા ભાજપમાં પ્રદેશ આમંત્રિત સભ્ય,ગુજરાત પ્રદેશ, ઉપ પ્રમુખ અ.જ.જા.મોરચો ભાજપ,ગુજરાત પ્રદેશ,સભ્ય ગુજરાત પેટર્ન આયોજન સમિતિ,છોટા ઉદેપુર હોદ્દા ધરાવે છે. ત્યારે ગત મોડી સાંજે જશુ રાઠવાએ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ લેખિતમાં તેઓને આપેલી તમામ જવાબદારીઓમાંથી મુક્ત કરવા કરી વિનંતી

જાણો શું લખ્યું પત્રમાં
ભાજપના નેતા જશુ રાઠવાએ રાજીનામું આપતા કહ્યું કે, સવિનય જયભારત સહ જણાવવાનું કે,હું ભારતીય જનતા પાર્ટીમાં 27 વર્ષથી સક્રિય રીતે કામ કર્યું છે.આપના આદેશ અનુસાર હું ભારતીય જનતા પાર્ટીના નીચે જણાવ્યા મુજબની તમામ જવાબદારીઓ રાજીનામુ આપું છું. તો રાજીનામા નો સ્વીકાર કરી હોદ્દાઓ ઉપરથી દુર કરવા વિનંતી

૧.પ્રદેશ આમંત્રીત સભ્ય ભાજપા ગુજરાત પ્રદેશ.

૨. ઉપપ્રમુખ અ.જ.જા મોરચો ભાજપા ગુજરાત પ્રદેશ

૩. સભ્યશ્રી ન્યુ ગુજરાત પેટર્ન આયોજન સમીની છોટાઉદેપુર

૪. સક્રિય સભ્ય ભારતીય જનતા પાટી ગુજરાત પ્રદેશ.

સક્રિય સભ્ય નંબર :- ૪૨૫૭૨

આ પણ વાંચો: તમિલનાડુમાં ભગવા યાત્રાને લીલીઝંડીઃ RSSના સંચાલન માર્ગને સુપ્રીમ કોર્ટે યોગ્ય માન્યો

પાટીલના આદેશથી પડ્યું રાજીનામું ?
1  એપ્રિલના રોજ તેઓની પ્રદેશ ભાજપના અ.જ.જા.મોરચાના ઉપ પ્રમુખ પદે નિયુક્તિ કરાઈ હતી. ત્યારે હવે જશુભાઇ રાઠવાએ રાજીનામામાં ભાજપના સક્રિય સભ્ય તરીકે પણ છૂટા કરવા વિનંતી કરી છે. જશુ રાઠવાએ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના આદેશ મુજબ રાજીનામુ આપતા હોવાનો ઉલ્લેખ કરાયો છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

(વિથ ઈનપુટ: નરેન્દ્ર પેપરવાલા, નર્મદા )

    follow whatsapp