ભાર્ગવી જોશી, જૂનાગઢ:ગીરના જંગલમાં અનેક વખત સિંહ રસ્તા પર પણ જોવા મળે છે. તો ક્યારેક મારણ કરતો જોવા મળે છે. ત્યારે હવે ગીરના જંગલમાં ગયેલા પ્રવાસીઓને મળ્યું કઈક એવું જોવા કે રોમાંચ અને ભયથી થરથરી ગયા હતા. બે સિંહો લડાઈ પર ઉતરી ગયા હતા અને જંગલ ગર્જનાથી ગુંજી ઉઠ્યું.
ADVERTISEMENT
સિંહ સામે કોઈ અન્ય પ્રની આવે તો સમજવું કે આવી બન્યું પણ સિંહ સામે સિંહ આવે તો શું થાય? અચાનક બે સિંહો સામસામે આવી ગયા હતા. અને બંને વચ્ચે જબરી ફાઇટ શરૂ થઈ હતી. ગાઢ જંગલ સિંહોની ગર્જનાથી ગુંજી ઉઠ્યું હતું. એવામાં જ ટૂરિસ્ટો આ દ્ર્શ્ય કેમેરામાં કેદ કરી રહ્યા હતા. ત્યારે એક ત્રીજો સિંહ કે જંગલનો ખરા અર્થમાં રાજા હોય એમ આવ્યો અને આ બન્ને સિંહોને એક ત્રાડ પાડી ચૂપ કરાવી દીધા. એટલું જ નહિ સિંહો પર આક્રમણ કરી તો એક સિંહતો જાન બચાવી નાસ્યો જ્યારે બીજો સિંહ શરણાગતિ સ્વીકારતો હોય એમ નીચે બેસી ગયો .
આ પણ વાંચો: પ્રતાપ દૂધાત અને શિવા સોલંકી પર કિર્તીદાન ગઢવી એ કર્યો રૂપિયાનો વરસાદ, Video
સિંહો માં આ દ્ર્શ્યો સામાન્ય નથી હોતા પરંતુ આ આરપરની લડાઈ હોય છે. સિંહો ઇનફાઇટમાં મૃત્યુ પણ પામતા હોય છે. સિંહ ક્યારેય પોતાના વિસ્તારમાં અન્ય સિંહને પ્રવેશવા દેતો નથી. સિંહ ખૂબ તાકાતવર હોય છે જેથી કરી અહી કઈક એવા દ્ર્શ્યો જોવા મળ્યા જે એક બીજાને પોતાની તાકાત બતાવવા લડાઈ કરતા હોય. ગીરમાં આવા દ્ર્શ્યો પ્રવાસીઓને ક્યારેક જ જોવા મળે છે. જે જોવાનો મોકો એ ખરેખર અદભુત લ્હાવો છે. સાસણ ગીરની આ ઘટનાએ પ્રવાસીના મનમાં એક અલગ જ છબી ઊભી કરી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT