આ શું થયું? વિચારે એટલામાં તો કપાસ સળગી ઉઠ્યો, જુઓ video

અમરેલી: રાજ્યમાં આગ લાગવાની ઘટના સતત વધી રહી છે. આ દરમિયાન લિલિયાના ભાભા માર્કેટિંગ યાર્ડમાં આગની ઘટના સામે આવી છે. યાર્ડમાં રહેલ કપાસમાં અચાનક આગ…

gujarattak
follow google news

અમરેલી: રાજ્યમાં આગ લાગવાની ઘટના સતત વધી રહી છે. આ દરમિયાન લિલિયાના ભાભા માર્કેટિંગ યાર્ડમાં આગની ઘટના સામે આવી છે. યાર્ડમાં રહેલ કપાસમાં અચાનક આગ લાગી અને સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ છે. કામ કરી રહેલ વ્યક્તિના હાથમાં રહેલ ઇલેક્ટ્રિક બોર્ડમાં આગ લાગી અને બોર્ડ કપાસ તરફ ફેંકતા કપાસમાં આગ લાગી ઉઠી હતી. આ શું થઈ ગયું વિચારે એટલીવારમાં આગે કપાસને બાનમાં લીધો હતો.

લીલીયા મોટા ખાતે ભાભા માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ પોતાનો કપાસ વેચવા માટે કપાસ શેડમાં રાખ્યો હતો. લીલીયા ખેડૂત ઉત્પાદક અને રૂપાંતર સહકારી મંડળીમાં ચણાની ગૂણી ભરવાનું કામ કરતા મજૂર ચણાની ગૂણીમાં સીલાઇ કામ કરવા ઇલેકટ્રીક બોર્ડ હાથમાં લઇને ગૂણી તરફ જતો હતો. તે દરમ્યાન અચાનક તેના હાથમાં રહેલ ઇલેકટ્રીક બોર્ડમાં શોર્ટ સર્કીટ થતાં બોર્ડનો ઘા થઇ જતા કપાસના ઢગલા ઉપર પડ્‌યું હતું. આ બોર્ડમાંથી તીખારો પડતા અકસ્માતે આશરે 55 મણ જેટલો કપાસ સળગી ખાખ થઈ ગયો હતો.

55 મન કપાસ થયો ખાખ
સિલાઈ કામ કરવા ઇલેક્ટ્રિક બોર્ડ હાથમાં લેતાં મજૂરના હાથમાં તિખારો પડ્યો હતો. અને ઇલેક્ટ્રિક બોર્ડ કપાસ પર ઘા થતાં જ કપાસ ભડભડ સળગી ઉઠયો હતો. ત્યારે મજૂર પોતાના હાથથી આ કપાસ દૂર કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો પણ કી હાથ આવ્યું નહીં અને પળ વારમાં આગ કપાસમાં પ્રસરી ગઈ. જોકે બાકીના લોકોએ આગને ઓળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

(વિથ ઇનપુટ: હિરેન રવૈયા, અમરેલી)

    follow whatsapp