અમદાવાદ : રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે હતા. સાબરમતી રિવરફ્રંટ પર તેઓએ વિશાળ જનસભા સંબોધી હતી. જેમાં ભાજપ પર ખુબ જ આકરા પ્રહારો કર્યા હતા. ત્યાર બાદ ગાંધીઆશ્રમ ખાતે મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં તેઓ પ્રાર્થના સભામાં પણ હાજર રહ્યા હતા. બાપુની મુર્તિના દર્શન કર્યા હતા અને સુતરની આંટી પણ બાપુને અર્પણ કરી હતી.
ADVERTISEMENT
ગાંધીઆશ્રમની મુલાકાત અંગે હર્ષ વ્યક્ત કર્યો
જો કે જ્યારે પણ કોઇ વીઆઇપી વિઝિટર આવે ત્યારે ગાંધી આશ્રમની તેમની મુલાકાત કેવી રહી તે અંગે દરેક વીઆઇપી લખતા હોય છે. તેવામાં રાહુલ ગાંધીએ પણ વિઝિટર બુકમાં ખાસ સંદેશ લખ્યો હતો. રાહુલ ગાંધીએ વિઝિટર બુકમાં લખ્યું હતું કે, અહીંથી ખુબ જ પ્રેરણા મળે છે. આ ઉપરાંત આશ્રમની મુલાકાત માટે હું જ્યારે પણ આવુ ત્યારે ખુબ જ ઉત્સાહિત હોઉ છું. ખુબ ખુબ આભાર. ત્યાર બાદ તેમણે નીચે પોતાની સહી પણ કરી હતી.
દરેક વિઝિટરને વિઝિટર બુકમાં પોતાનો અનુભવ વર્ણવી શકે છે
અત્રે ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીથી માંડીને ટ્રમ્પ સુધીના અનેક સેલેબ્રિટી જ્યારે પણ આવ્યા ત્યારે તેઓ આશ્રમની વિઝિટર બુકમાં પોતાની નોંધ ટપકાતવા હોય છે. રાહુલ ગાંધીને આશ્રમની પ્રતિકૃતિ રૂપે ચરખો પણ ભેટ આપવામાં આવ્યો હતો. અહીંથી જ રાહુલ ગાંધીએ ભારત જોડો આંદોલનની આજથી શરૂઆત કરી હતી. હવે રાહુલ ગાંધી ઉપરાંત તમામ હોદ્દેદારો રાષ્ટ્રીય સ્તરે ભારત જોડો આંદોલનની શરૂઆત કરશે.
ADVERTISEMENT