અમદાવાદ : ગુજરાત વિધાનસભાની પિક્ચર લગભગ ક્લિયર થઇ ચુક્યું છે ત્યારે આમ આદમી પાર્ટીનાં 5 એવા નેતા જીતીને આવ્યા છે કે જે પ્રમાણમાં લોકો વચ્ચે નહોતા. જ્યારે આપના મોટા તમામ ચહેરાઓ હારી ચુક્યા છે. સીએમ પદના ચહેરાથી માંડીને પ્રદેશ પ્રમુખ સુધી તમામ હારી ચુક્યાં છે. જો કે તેઓ 13 ટકા જેટલો વોટશેર મેળવવામાં સફળ રહ્યા છે.
ADVERTISEMENT
ગોપાલ ઇટાલિયાએ કહ્યું રાષ્ટ્રીય પાર્ટી બનવા બદલ અભિનંદન
જો કે કારમા પરાજય બાદ ગોપાલ ઇટાલિયાએ આમ આદમી પાર્ટી ગુજરાત તરફથી પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું કે, આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બની ચુકી છે. જે બદલ આપના લાખો કાર્યકર્તાઓને અભિનંદન. અમારી પાંચ સીટો આવી છે. ગુજરાતમાં 40 લાખ લોકોએ અમારા પર વિશ્વાસ વ્યક્ત કર્યો તે બદલ તે તમામ મતદાતાઓનો આભાર વ્યક્ત કરૂ છું.
વિશ્વની સૌથી નાની પાર્ટીએ વિશ્વની સૌથી મોટી પાર્ટીને ટક્કર આપી
બીજો સૌથી મોટો મુદ્દો છે કે, વિશ્વની સૌથી નાની પાર્ટીએ વિશ્વની સૌથી મોટી પાર્ટીને ન માત્ર ટક્કર આપી પરંતુ મજબુત ટક્કર આપી છે. અમે લોકો વચ્ચે જઇને કામ કરીશું. લોકોના મુદ્દાઓને ઉઠાવતા રહીશું. અમારૂ સંગઠન વધારે મજબુત બને તેવા પ્રયાસ કરીશું. 13 ટકાથી વધારે મત્ત મળ્યા છે. જે આગામી પાંચ વર્ષમાં ચાર ગણા થાય તે પ્રમાણે મહેનત કરીશું. આગામી પાંચ વર્ષમાં પાર્ટી વિશાળ વટવૃક્ષ બનશે. હારેલા ઉમેદવારો પૈકી હું ઇશુદાન કે અલ્પેશ ભાઇ પહેલીવાર ચૂંટણી લડી રહ્યા હતા. તેમ છતા અમે જમાનાના ખાધેલા નેતાઓને ટક્કર આપી તેનો અમને આનંદ છે.
ADVERTISEMENT