સુરત: 2019ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચારમાં મોદી અટક પર વિવાદિત ટિપ્પણી મામલે સુરતની સેશન્સ કોર્ટે તેમને IPCની કલમ 499 અને 500 હેઠળ દોષિત જાહેર કરાયા છે. કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને 2 વર્ષની સજા અને રૂ.15 હજારનો દંડ કરવામાં આવ્યો હતો. જોકે સજા સંભળાવ્યાના બાદ રાહુલ ગાંધીને જામીન પણ આપી દેવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
2 વર્ષની સજા થયા બાદ હવે શું?
સુરતની સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની સજા અને 15 હજારનો દંડ કર્યો છે. આ સાથે તેમને 30 દિવસના જામીન આપવામાં આવ્યા છે. સેશન્સ કોર્ટે 30 દિવસ માટે સજા પર રોક લગાવી છે. આ સમયગાળામાં તેમણે ચૂકાદા વિરુદ્ધ ઉપલી કોર્ટમાં અપીલ કરવાનો સમય આપવામાં આવ્યો છે. આ બાદ તેમણે રેગ્યુલર જામીન માટે અરજી કરવાની રહેશે.
રાહુલ ગાંધીની રાજકીય કારકિર્દી પર અસર થશે?
સુપ્રીમ કોર્ટના નિર્ણય અનુસાર, જો સાંસદો અને ધારાસભ્યોને કોઈપણ કેસમાં 2 વર્ષથી વધુની સજા થાય, તો તેમનું સંસદ અથવા વિધાનસભાનું સભ્યપદ રદ થઈ જશે. રાહુલ ગાંધીને માત્ર બે વર્ષની સજા થઈ છે, તેથી વધુ નહીં, તેથી તેમનું સંસદ સભ્યપદ બચી જશે. રાહુલ હાલમાં કેરળના વાયનાડથી લોકસભા સાંસદ છે. તેઓ ઉત્તર પ્રદેશની અમેઠી બેઠક પરથી છેલ્લી લોકસભા ચૂંટણી પણ લડ્યા હતા જ્યાં તેઓ ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાની દ્વારા હરાવ્યા હતા. સ્મૃતિ ઈરાની હાલમાં કેન્દ્ર સરકારમાં મંત્રી છે.
કોર્ટમાં શું બોલ્યા રાહુલ ગાંધી?
કોર્ટની બહાર કોંગ્રેસના નેતા અને સીનિયર એડવોકેટ પણ હાજર હતા. તેમણે કહ્યું કે કોર્ટમાં રાહુલ ગાંધીને તેમના નિવેદન વિશે પૂછવામાં આવતા રાહુલ ગાંધીએ કહ્યું કે, હું રાજકીય નેતા છું અને તે રીતે દેશમાં થતા ભ્રષ્ટાચાર થાય છે તે ખુલ્લા પાડવા એ મારી ફરજ છે. મેં તે જ કર્યું છે. મારો ઈરાદો કોઈને અપમાનિત કરવાનો નહોતો.’
શું હતો મામલો?
13 એપ્રિલ, 2019 ના રોજ, કર્ણાટકમાં એક ચૂંટણી રેલીમાં, રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદી, બધાની સરનેમ કોમન છે. બધા ચોરની અટક મોદી કેમ છે? રાહુલ ગાંધીની સાથે કોર્ટે વધુ બે સાક્ષીઓ કર્ણાટકના કોલારમાં તત્કાલીન રિટર્નિંગ ઓફિસર અને ચૂંટણી પંચના વીડિયો રેકોર્ડર, જેમણે ભાષણ રેકોર્ડ કર્યું તેમના નિવેદનો રેકોર્ડ કર્યા. જે બાદ હવે રાહુલ ગાંધીની ઉલટ તપાસ કરવામાં આવી હતી. જેના પર હવે કોર્ટ ગુરુવારે એટલે કે 23 માર્ચે પોતાનો ચુકાદો આપી શકે છે. કોર્ટના આદેશને પગલે આવતીકાલે સવારે 10 વાગ્યે રાહુલ ગાંધી ફ્લાઈટમાં સુરત આવશે. દરમિયાન મગદલ્લા બ્રિજ નીચે એસવીએનઆઈટી કોલેજ અને કોર્ટની પાસે પૂજા અભિષેક અને પોઈન્ટ પર તેમનું સ્વાગત પણ થશે.
ADVERTISEMENT