Rain Forecast in Gujarat: નેઋત્યનું ચોમાસું તેના નિયત સમય કરતા 4 દિવસ વહેલું ગુજરાતમાં આવી પહોંચ્યું છે. ચોમાસું સામાન્ય રીતે 15 જૂન સુધીમાં ગુજરાતમાં પહોંચે છે. ચોમાસાના આગમન થવાના પગલે આગામી 5 દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની આગાહી સ્થાનિક હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે.
ADVERTISEMENT
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તા 13થી 17 જૂને રાજ્યના વિવિધ જિલ્લામાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ વીજળીના કડાકા-ભડાકા સાથે તૂટી પડે તેવી શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
24 કલાકમાં 8 તાલુકાઓમાં વરસાદ
તો ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશનના સૂત્રો જણાવે છે કે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 8 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ ધંધુકામાં નોંધાયો છે. ધંધુકામાં 1.1 ઈંચ વરસાદ નોંધાયો છે. તો અન્ય 7 તાલુકામાં 1 મિમિથી 6 મિનિટ સુધી વરસાદ નોંધાયો છે.
આજે ક્યાં પડી શકે છે વરસાદ?
હવામાનમ વિભાગે આજે એટલે કે 13 જૂને 10થી વધુ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. જેમાં અમદાવાદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં વરસાદની સંભાવના છે. 14 જૂને વડોદરા, સુરત, ડાંગ,છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, તાપી, દમણ દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગરમાં વરસાદ રહેશે.
15 અને 16 જૂને આ વિસ્તારમાં વરસાદની આગાહી
15 જૂને છોટા ઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગરમાં તો 16 જૂને ગીર સોમનાથ, નવસારી, વલસાડ અને દમણમાં વરસાદ વરસી શકે છે.
ADVERTISEMENT