Gujarat weather: ગરમી અને માવઠા અંગે અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે ફરી કરી આગાહી, જાણો શું કહ્યું

અમદાવાદઃ છેલ્લા ઘણા સમયથી ગુજરાતના વાતાવરણમાં થઈ રહેલા સતત ફેરફારોને આપણે જોઈ રહ્યા છીએ. ઘણી આગાહીઓ સાચી પણ ઠરી છે. વરસાદ અને માવઠાને કારણે ખેડૂતો…

gujarattak
follow google news

અમદાવાદઃ છેલ્લા ઘણા સમયથી ગુજરાતના વાતાવરણમાં થઈ રહેલા સતત ફેરફારોને આપણે જોઈ રહ્યા છીએ. ઘણી આગાહીઓ સાચી પણ ઠરી છે. વરસાદ અને માવઠાને કારણે ખેડૂતો જ નહીં પણ સામાન્ય જનજીવને પણ એટલી જ અસર પડી રહી છે. માવઠાએ ઘણી ચીજવસ્તુઓના ભાવને આસમાને પહોંચાડી દીધા છે ત્યારે વધુ એક વખત માવઠા અને તિવ્ર ગરમીના વરતારા થયા છે. હવામાન વિભાગ અને હવામાન નિષણાંત અંબાલાલ પટેલ આ અંગે શું કહે છે તે જાણીએ.

હવામાન નિષણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે એપ્રીલ મહિનામાં હવામાનમાં પલટો થવાની શક્યતાઓ છે. જેમાં 17 અને 18 એપ્રિલે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તોફાનોનો માહોલ છવાશે. તથા હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યોમાં ઘણા વિસ્તારોમાં તાપમાનનો પારો એકથી બે ડીગ્રી જેટલો વધી જવાની શક્યતાઓ છે.

અતીક-અશરફની હત્યાનો મામલો સુપ્રીમ કોર્ટમાં

અંબાલાલ પટેલઃ
અંબાલાલ પટેલ કહે છે કે, 18થી 20મી એપ્રિલે વંટોળ સાથે ગુજરાતમાં ઘણા વિસાતારોમાં વરસાદ રહેશે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા પણ થવાની સંભાવના છે. આ દિવસોમાં ભારે કમોસમી વરસાદ થઈ શકે અને પ્રિ-મોન્સૂન એક્ટિવિટી ઉત્તર પર્વતીય પ્રદેશ એવા મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં રહેશે. આ મહિનામાં વાતાવરણમાં ફેરફાર આવે, એપ્રિલમાં કરા અને વરસાદ પડે તથા 26મી એપ્રિલ પછી સખત ગરમી પડે તેવી શક્યતાઓ છ. અંદાજે 45 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે અને રેકોર્ડ બ્રેક ગરમી પડી શકે છે.

હવામાન વિભાગઃ
હવામાન વિભાગ કહે છે કે, ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદમાં આકરી ગરમી પડશે. અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક વિજીનલાલ કહે છે કે, ગરમીમાં વધારો થવાની શક્યતાઓ છે. સાથે જ અમદાવાદમાં એલર્ટ પણ આપવામાં આવ્યું હતું. રાજ્યના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન 1થી 2 ડિગ્રી વધવાની શક્યતાઓ છે. હવામાન સપ્તાહમાં સૂકું રહેવાની મતલબ કે માવઠું પડવાની શક્યતાઓ દર્શાવાઈ નથી. આ 17 અને 18 એપ્રિલે ગરમીને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 17મીએ દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યૂલેશન થવાની શક્યતા છે. આજે પણ અમદાવાદ જ નહીં ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીએ પહોંચ્યો છે. 20 એપ્રિલ સુધી માવઠાનું કોઈ શક્યતાઓ નથી.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp