અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં અગાઉ ઘણા વિસ્તારોમાં એક જ દિવસમાં ત્રણ ઋતુનો અનુભવ થયો હતો. કમોસમી વરસાદી ઝાપટા વચ્ચે ગરમી અને ઠંડીના પ્રમાણમાં વધારો-ઘટાડો થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હોવાના અહેવાલો મળી રહ્યા છે. તેવામાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 5 દિવસ સુધી વાતાવરણ સુકુ રહી શકે છે. ચલો વિગતવાર નજર કરીએ…
ADVERTISEMENT
ઠંડીમાં વધારો નોંધાઈ શકે છે….
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં 2થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. એટલું જ નહીં ઠંડીનું પ્રમાણ પણ કેટલાક વિસ્તારમાં વધી શકે છે. નોંધનીય છે કે આની સાથે રાજ્યમાં ઘણા સ્થળે બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે.
ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરીવળ્યું..
રાજ્યના ખેડૂતોમાં અત્યારે ચિંતાનું મોજુ ફરીવળ્યું છે. કારણ કે 2 દિવસ અગાઉ ઘણા સ્થળે વરસાદી ઝાપટા પડ્યા હતા. તો બીજી બાજુ હવે આગામી દિવસોમાં મિશ્ર ઋતુની આગાહીની સ્થિતિ સર્જાઈ શકતી હોવાના કારણે ખેડૂતોના પાકને નુકસાન પહોંચી શકે છે. આ દરમિયાન વૈજ્ઞાનિક કારણો પર નજર કરીએ તો શિયાળાની ઋતુમાં પવનની દિશા બદલાતી જોવા મળે છે જેથી કરીને ભેજનું પ્રમાણ પણ વધે છે.
ADVERTISEMENT