Gujarat Weather: આ વર્ષે ગુજરાતમાં ચોમાસું વહેલું બેસશે, અખાત્રીજે નૈઋત્યના પવનથી અંબાલાલ પટેલની આગાહી

Gujarat Weather Ambalal Patel: રાજ્યમાં આકરા તાપ વચ્ચે રાહતની ખબર સામે આવી છે. અખાત્રીજના દિવસે નૈઋત્યના પવનથી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસા અંગે આગાહી કરી છે.

Ambalal Patel

Ambalal Patel

follow google news

Gujarat Weather Ambalal Patel: રાજ્યમાં આકરા તાપ વચ્ચે રાહતની ખબર સામે આવી છે. અખાત્રીજના દિવસે નૈઋત્યના પવનથી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસા અંગે આગાહી કરી છે. જે મુજબ આ વર્ષે ગુજરાતમાં ચોમાસું વહેલું બેસવાના સંકેત મળી રહ્યા છે. 

આ વર્ષે ગુજરાતમાં ક્યારથી બેસશે ચોમાસું?

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, અખાત્રીજના દિવસે સવારે નૈઋત્યના પવનના સંકેત મળેલા છે, જેનાથી વહેલું ચોમાસું બેસશે. મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાઈ શકે છે. ઉપરાંત બંગાળના ઉપસાગરમાં 16 મેથી હલચલ જોવા મળશે અને 24 મે સુધી અંદમાન-નિકોબાર ટાપુમાં ચોમાસું બેસી જશે. પરિણામે દક્ષિણ ભારતમાં ચોમાસું વહેલું આવશે. ગુજરાતમાં ચોમાસું મૃગશીર્ષ નક્ષત્રમાં બેસશે. 8 જૂનથી સમુદ્રમાં પ્રવાહો બદલાશે, અને ચોમાસાની શરૂઆત આંધી-વંટોળ સાથે થશે. સાથે જુલાઈ-ઓગસ્ટમાં સારો વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ 106 ટકા થવાની શક્યતા છે. ગુજરાતમાં 700mm કરતા વધારે વરસાદ થશે. 

10થી 14 મે સુધી ગુજરાતમાં વરસાદની સંભાવના

આ સાથે આવતીકાલથી રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વરસાદની પણ આગાહી અંબાલાલ પટેલે કરી છે. જે મુજબ 10થી 14 મે સુધી ઘણા ભાગોમાં ધૂળિયું વાતાવરણ રહેશે. દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં વડોદરા, બોડેલી, કપડવંજ, નડિયાદ, ખેડા સહિતના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે પવન અને ગાજવીજ સાથે છાંટા પડવાની શક્યા વધુ રહેશે. સૌરાષ્ટ્રમાં પણ પવનની ગાજવીજ રહશે. ઉત્તર ભારતમાં ખતરનાક ગાજવીજ પવન રહશે. જેની અસર ગુજરાતમાં સરહદના ભાગો મહારાષ્ટ્રના ભાગોમાં દેખાશે. આ બાદ 14 થી 17 મેંના રોજ આકરી ગરમી રહશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં 43 ડીગ્રી તાપમાન જઈ શકે છે. પાલનપુર, ડીસા, થરાદ, ઇકબાલગઢ, કાકરેજમાં ધૂળ સાથે ગરમીનું પ્રમાણ વધારે રહશે.
 

    follow whatsapp