Gujarat Rain: વધુ એક સિસ્ટમ સક્રિય થતા ગુજરાત પર અતિભારે વરસાદનું જોખમ, અંબાલાલ પટેલની મોટી આગાહી

Gujarat Rain Ambalal Patel: ગુજરાતમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં મેઘરાજાની તોફાની બેટિંગથી અનેક ગામડાઓ પાણી-પાણી થઈ ગયા છે. પોરબંદર, દ્વારકા, જૂનાગઢ સહિતના જિલ્લામાં ભારે વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

Gujarat Rainfall

Gujarat Rainfall

follow google news

Gujarat Rain Ambalal Patel: ગુજરાતમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં મેઘરાજાની તોફાની બેટિંગથી અનેક ગામડાઓ પાણી-પાણી થઈ ગયા છે. પોરબંદર, દ્વારકા, જૂનાગઢ સહિતના જિલ્લામાં ભારે વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જોકે હજુ પણ આગામી દિવસોમાં વરસાદથી રાહત મળવાની સંભાવના નથી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં હજુ 22 તારીખ સુધી વરસાદની આગાહી કરી છે. 

બંગળની ખાડીમાં બનતી સિસ્ટમ લાવશે વરસાદ

અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી 3 દિવસોમાં ગુજરાતમાં વરસાદની શક્યતા છે. બંગાળના ઉપસાગરમાં બનતી સિસ્ટમના કારણે વરસાદ આવશે. આ લો પ્રેશર નબળું હોવા છતાં ગુજરાતમાં સારા વરસાદની શક્યતા છે. 20 જુલાઈના રોજ દક્ષિણ-પશ્ચિમ અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદની શક્યતા છે. જ્યારે ગુરુપુર્ણિમાના દિવસે પણ અનેક સ્થળોએ વરસાદી ઝાપટા પડી શકે છે.

ગુજરાતમાં ક્યાં-ક્યાં વરસાદની આગાહી?

દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં હળવાથી ભારે વરસાદ તો ભરૂચમાં પણ વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. આ સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેસ વરસાદની સંભાવના છે. અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. તો બનાસકાંઠાના કેટલાક ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે. 

સૌરાષ્ટ્રમાં 3 ડેમ ઓવરફ્લો થતા હાઈ એલર્ટ પર

ગુજરાતમાં વરસાદની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી અવિરત વરસાદના કારણે 3 જળાશયો છલકાઈ ગયા છે. જામનગર જિલ્લાનો વાગડિયા અને સસોઈ-2 ડેમ તથા સુરેન્દ્રનગર જિલ્લાનો વાંસલ ડેમ 100 ટકા ભરાઈ જતા હાઈ એલર્ટ પર છે. આ ઉપરાંત રાજ્યના 8 જેટલા ડેમ 80થી 90 ટકા જેટલા ભરાતા એલર્ટ પર છે. 

    follow whatsapp