Gujarat Rain Update: વિરામ બાદ ગુજરાતમાં ફરી એકવાર ચોમાસું ફરી સક્રિય બન્યું છે. સાતમ-આઠમ પહેલા જ રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે. આ વચ્ચે હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ મુજબ, ગુજરાત પર ત્રણ-ત્રણ સિસ્ટમ સક્રિય થતા અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
ADVERTISEMENT
આજે ક્યાં-ક્યાં એલર્ટ છે?
હવામાન વિભાગના મૌસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, આજે સુરત, અમરેલીમાં ભારે વરસાદનું રેડ એલર્ટ છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દીવ તથા સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, મહીસાગર, ભરૂચમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય અન્ય જિલ્લાઓમાં યેલો એલર્ટ અપાયું છે.
24 ઓગસ્ટે પણ વરસાદનું એલર્ટ
તો શનિવારે 24 ઓગસ્ટના રોજ છોટા ઉદેપુર, વડોદરામાં અત્યંત ભારે વરસાદ, જ્યારે દાહોદ, પંચમહાલ, આણંદ, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ તથા દાદરા અને નગર હવેલીમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત, અમદાવાદ, ખેડા, મહિસાગર, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી તથા ગીર સોમનાથમાં યેલો એલર્ટ જાહેર કરાયું છે.
જન્માષ્ટમીએ ક્યાં-ક્યાં પડી શકે વરસાદ
સોમવારે 26 ઓગસ્ટે જન્માષ્ટમીના તહેવારે પણ મોટાભાગના જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. જેમાં નર્મદા, ભરૂચમાં અત્યંત ભારે વરસાદ થઈ શકે છે, તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં પણ વરસાદનું એલર્ટ છે.
ADVERTISEMENT