Gujarat Rain Update: ગુજરાતમાં એક સાથે સક્રિય થયેલી ત્રણ સિસ્ટમથી ફરી એકવાર ચોમાસું એક્ટિવ થયું છે. રવિવારે રાજકોટ, વલસાડ, નવસારી સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. જોકે હજુ પણ વરસાદથી રાહત મળવાની ખબર નથી. હવામાન વિભાગે ગુજરાતમાં હજુ પણ વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. જેને જોતા આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે.
ADVERTISEMENT
જન્માષ્ટમીએ કયા જિલ્લામાં વરસાદની આગાહી?
આવતીકાલે જન્માષ્ટમીએ વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, ભાવનગર, અમરેલી જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજ્યભરના અન્ય તમામ જિલ્લાઓમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
મંગળવારે પણ મેઘરાજા ગુજરાતને ઘમરોળશે
આ બાદ મંગળવારે પણ કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા તથા આણંદ જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.
દક્ષિણ ગુજરાત ભારે વરસાદથી પાણી-પાણી થયું
છેલ્લા 24 કલાકની વાત કરીએ તો સમગ્ર રાજ્યમાં વ્યાપક વરસાદ વરસ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ, તાપી, નવસારી, સુરત અને નર્મદા તેમજ પંચમહાલ જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે. ત્યારે CM ભૂપેન્દ્ર પટેલે વરસાદ પ્રભાવિત આ જિલ્લાઓના કલેકટર સાથે ટેલીફોનીક વાતચીત કરીને સમગ્ર સ્થિતિની વિગતો મેળવી હતી. આ સાતેય જિલ્લાઓમાં નીચાણવાળા વિસ્તારના લોકોના સલામત સ્થળે સ્થળાંતર કરવા સાથે જાનમાલ, પશુધન વગેરેની સલામતી માટેના પ્રબંધન અંગે પણ તેમણે સૂચનાઓ આપી હતી. સાથે વરસાદ પ્રભાવિત વિસ્તારોમાં જરૂર જણાયે SDRF-NDRF ની ટીમની મદદ માટે પણ ખાતરી આપી હતી.
ADVERTISEMENT