ખેડૂતોને પડતા પર પાટું, ગુજરાતમાં 14મી માર્ચથી ફરી માવઠાની આગાહી, જાણો ક્યાં ક્યાં વરસાદની શક્યતા?

અમદાવાદ: કમોસમી વરસાદથી પાકને નુકસાન થતા ત્રાહીમામ પોકારી ઉઠેલા ખેડૂતોને પડતા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. હાલમાં જ વરસાદથી ખેડૂતોના ઊભા પાકને મોટું…

gujarattak
follow google news

અમદાવાદ: કમોસમી વરસાદથી પાકને નુકસાન થતા ત્રાહીમામ પોકારી ઉઠેલા ખેડૂતોને પડતા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. હાલમાં જ વરસાદથી ખેડૂતોના ઊભા પાકને મોટું નુકસાન થયું છે. ત્યારે હવે ફરી એકવાર માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ, આગામી 14થી 18 માર્ચ દરમિયાન રાજ્યના વાતાવરણમાં ફરીથી પલટો આવી શકે છે અને ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

ક્યાં ક્યાં વરસાદની આગાહી?
હવામાન વિભાગની આગાહી મુજબ, મધ્ય ગુજરાતના વડોદરા, અમદાવાદ, આણંદ તથા ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, તેમજ કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં આજે 12મીથી વાદળછાયું વાતાવરણ રહી શકે છે. 13મીથી વાતાવરણમાં પલટો આવી શકે છે અને 14થી 18 તારીખ સુધી વિવિધ ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે.

આ પણ વાંચોઃ વઢવાણ: પ્રેમ સંબંધ દરમિયાન જ 2 વર્ષનો દીકરો રોકકળ કરતો, માતાએ પ્રેમી સાથે મળીને પતાવી નાખ્યો

આજથી મધ્ય ગુજરાતમા ગરમી વધશે
બીજી તરફ મધ્ય ગુજરાતમાં આજથી તાપમાનનો પારો વધવાની પણ આગાહી કરવામાં આવી છે. જે મુજબ મધ્ય ગુજરાતના વિવિધ ભાગોમાં તાપમાન 40 ડિગ્રી પાર પહોંચી શકે છે. ખાસ છે કે ગઈકાલે અમદાવાદમાં 38 ડિગ્રી તાપમાન પહોંચ્યું હતું, જેને લઈને બપોરના સમયે રસ્તાઓ સુમસાન જોવા મળ્યા હતા. તો ગાંધીનગરમાં પણ તાપમાનનો પારો 37 ડિગ્રીએ પહોંચ્યો હતો.

એપ્રિલમાં પણ માવઠાની આગાહી
ત્યારે આગામી એપ્રિલમાં પણ 3થી 8 તારીખ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. બાદમાં 20મી એપ્રિલથી ગરમી વધશે. 8મી મેથી આંધી, વંટોળ સાથે વરસાદની શક્યતા પણ રહેલી છે.

    follow whatsapp