અમદાવાદ: રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી ભરઉનાળે વરસાદી માહોલ સર્જાયો છે. ગઈકાલે અમરેલી, દ્વારકા, રાજકોટ સહિતના જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો. ત્યારે હજુ આગામી 4 દિવસ ઉત્તર, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઉનાળા દરમિયાન વરસાદ પડતા અમદાવાદમાં ગરમીનો પારો સામાન્ય કરતા 6 ડિગ્રી નીચે ગગડ્યો હતો. હવામાન નિષ્ણાંતો મુજબ 10-15 વર્ષ બાદ આ વર્ષે માર્ચ અને એપ્રિલમાં વરસાદ પડ્યો છે.
ADVERTISEMENT
આગામી 4 દિવસ ક્યાં ક્યાં વરસાદની આગાહી?
- હવામાન વિભાગની આગાહી મુજબ મંગળવારે આણંદ, બનાસકાંઠા, પંચમહાલ, સાબરકાંઠા, વડોદરા, ભરૂચ, સુરત, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છમાં વરસાદ થવાની સંભાવના છે.
- બુધવારે અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા, ભરુચ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ અને કચ્છ.
- ગુરુવારે અરવલ્લી, સાબરકાંઠા, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, અમરેલી, ભાવનગર, જામનગર, રાજકોટ અને કચ્છ.
- શુક્રવારે અમરેલી, સાબરકાંઠા, વડોદરા, ભરૂચ, અમરેલી, ભાવનગર, રાજકોટ અને કચ્છમાં વરસાદ નોંધાઈ શકે છે.
અમરેલીના ધારીમાં 3 ઈંચ વરસાદથી નદીમાં પૂર
નોંધનીય છે કે, સોમવારે 24 કલાકમાં 49 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં અમરેલીમાં ધારી બગસરા સ્ટેટ હાઈવે પર ભારે વરસાદના કારણે પાણી ફરી વળ્યા હતા. કમોસમી વરસાદ પણ એટલો ખાબક્યો છે કે અહીં ઠેરઠેર પાણી જ પાણી નજરે પડી રહ્યું હતું. દોઢ કલાકમાં 3 ઈંચ જેટલો વરસાદ ખાબકતા જ્યા નદીમાં પુર આવી જવાના કારણે વાહન વ્યવહારને અસર પડી રહી હતી.
ADVERTISEMENT