જૂનાગઢ : ગીરસોમનાથ અને જૂનાગઢ જિલ્લાના કડવા પાટીદારોનું ફળદુ વાડી ખાતે બહોળી સંખ્યામાં આગેવાનોની હાજરીમાં સામાજિક સંમેલન મળ્યું હતું. ગુજરાત રાજ્યમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. જેમાં તમામ પક્ષો પોતપોતાનું શક્તિપ્રદર્શન કરી રહ્યા છે. ગીરસોમનાથ અને જૂનાગઢ આસપાસના કડવા પાટીદારો માટે મોટી સંખ્યામાં હાજર રહ્યાહ તા. અહીં ગઠિલા ઉમિયાધામા પ્રમુખે રાજકીય પક્ષોને ચિમકી આપી હતી કે, અમે કહીએ તેમ કરશો તો વાંધો નહી આવે, નહીતર અમારી શક્તિ બતાવવી પડશે.
ADVERTISEMENT
પાટીદાર સમાજની એકતા અને ઉત્કર્ષ માટેનું સંમેલન
મુખ્યત્વે પાટીદાર સમાજની એકતા, ઉત્કર્ષ માટેઆ સંમેલનનું આયોજન કરાયું છે. ઉમિયાધામ સિદસર અને ઉમિયાધામ ગઠિલાના બંન્ને પ્રમુખોએ એક જ સુરમાં જણાવ્યું કે, આગામી ચૂંટણીમાં અમારી સંખ્યા અનુસાર ટિકિટો નહી મળે તો અમારી શક્તિ જોવા મળશે. બીજી તરફ વસ્તીની ટકાવારી અને સમર્થકોની ટકાવારી અનુસાર આગામી ચૂંટણીની ટિકિટોની વહેંચણીની માંગ કરી હતી. જો કે હાલ તો આ નિવેદનનાં કારણે જિલ્લા ઉપરાંત રાજ્યના રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે.
પાટીદાર સમાજના આગેવાનોએ ચિમકી ઉચ્ચારી
સિદસરના પ્રમુખ જેરામભાઇ વાંસજાળીયા અને ગઠિલા પ્રમુખ વાલજીભાઇ ફળદુએ જણાવ્યું કે, આજનું સંમેલન કડવા પાટીદાર સમાજના પરિવારોની એકતા અને સંગઠન માટેનું સમેલન હતું.અમારે કોઇ સમાજનો વિરોધ નથી. બિઝનેસ, ઉદ્યોગ ક્ષેત્રે અમારા સમાજનું મોટુ યોગદાન છે. અમોએ દરેક રાજકીય પક્ષો પાસે અમારી સંખ્યા અનુસાર ટિકિટની માંગ કરી છે. જે અમને અન્યાય કરશે તે લોકો અમારી શક્તિનો પરચો જોવા મળશે. કડવા પાટીદારોની બાદબાકી થશે તો જે કરવું પડે તે કરીશું.
ADVERTISEMENT