સંજયસિંહ રાઠોડ, સુરત: અમદાવાદમાં થયેલા ઇસ્કોન બ્રિજ અકસ્માતની ઘટના હજુ સુધી લોકો ભૂલ્યા નથી. ત્યારે રીલ્સના ચક્કરમાં લોકોના જીવ જોખમમાં મૂકનારના એક બાદ એક વીડિયો સામે આવે છે. બીજી તરફ ડ્રાય સ્ટેટ ગુજરાતમાં નશાની હાલતમાં નબીરાઓ વાહન ચલાવતા ઝડપાઇ રહ્યા છે. ત્યારે વધુ એક વીડિયો સુરતથી સામે આવ્યો છે. જેમાં યુવતીએ રિલ્સ બનાવવાની ઘેલછામાં ગાડી 160ની સ્પીડ પર ચલાવતી હતી અને તેનો વીડિયો પણ બનાવ્યો હતો. જોકે આ વીડિયો ક્યારનો છે તે સામે આવ્યું નથી.
ADVERTISEMENT
સુરત મા જોખમી રીતે હંકારતી હાઈ સ્પીડ ગાડીનો વિડીયો વાયરલ થયો છે. જન્નત મીર નામની યુવતીએ 160ની સ્પીડમાં કાર ચલાવતી હોવાનો વીડિયો જન્નત મીર નામની આ યુવતીએ ઇન્સ્ટા આઈડી પર અપલોડ કર્યો હતો. અને ઇન્સ્ટા આઈડી મા પ્રેસ આલ મીડિયા કાઉન્સલીંગ વાઇસ પ્રેસિડેન્ટ વુમન વિન્ગ લખ્યું છે.160 ની સ્પીડમાં ચાલતી આ કાર જો અકસ્માત સર્જે તો તથ્ય પટેલની ઘટના પણ પાછળ રહી જાય
નબીરાઓની સાથે સાથે હવે યુવતીઓને પણ રિલ્સ બનાવવાની ઘેલછા એટલી હદ સુધી વધી ગઈ છે કે તેનો એક ઉદાહરણ સુરતની આ યુવતી દ્વારા સામે આવ્યું છે. જેમાં એક યુવતી 160 ની સ્પીડ પર ગાડી ચલાવતી હોય તેવું જોવા મળે છે. રીલ્સમાં લાઇક મેળવવા લોકોના જીવ જોખમમાં મૂકનારને પોલીસ પાઠ ભણાવશે કે નહીં તે જોવાનું રહ્યું.
કારની છત પર બેસનાર પર પણ થઈ કાર્યવાહી
સુરતમાં વાહનો પર જોખમી સવારી કરી સ્ટન્ટ કરનાર સામે પોલીસ દ્વારા આકરી કાર્યવાહી કરવાનું યથાવત છે.સુરત ના પીપલોદ વિસ્તારમાં એક મર્સિડિઝ કારના રૂફમાંથી પગ બહાર કાઢી માથે બેઠેલા એક વ્યક્તિ સહિત ડ્રાઈવરની પણ પોલીસ દ્વારા ધરપકડ કરી છે.
પોલીસે કારના નંબર આધારે તેના માલિક અઝહર શેખ અને તેનો ભાઈ એઝાઝ શેખની ધરપકડ કરી કાર કબજે કરી હતી.આ બંને લોટના વેપારી છે અને કીમથી ફરવા સુરત આવ્યા હતા. સુરત ડુમસ રોડ પર અઝહર ગાડી ચલાવતો અને તેનો ભાઈ એઝાઝ રૂફ રૂફમાંથી પગ કાઢી બોનટ પર બેસી ગયો હતો.વિડીયો વાયરલ થતા બન્ને ભાઈઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
ADVERTISEMENT