ઉપરાષ્ટ્રપતિનો ધાર્મિક પ્રવાસ, નાગેશ્વર મહાદેવ અને દ્વારકાધીશના દર્શન કર્યા

ગાંધીનગર : દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ દ્વારકાધીશ તથા નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન માટે હાલ સૌરાષ્ટ્ર યાત્રાએ છે. પોતાના પરિવાર સાથે આવેલા નાડયુ જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે…

gujarattak
follow google news

ગાંધીનગર : દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ દ્વારકાધીશ તથા નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન માટે હાલ સૌરાષ્ટ્ર યાત્રાએ છે. પોતાના પરિવાર સાથે આવેલા નાડયુ જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે ટૂંકુ રોકાણ કર્યું હતું. અહીં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ તેમને આવકાર્યા હતા.

નાગેશ્વર મહાદેવ- દ્વારકાધીશના દર્શન કર્યા
જામનગરથી તેઓ સીધા જ દ્વારકા માટે રવાના થયા હતા. સવારે 10 વાગ્યે તેઓ દ્વારકા પહોંચ્યા હતા. અહીં કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ તેમનું સ્વાગત કર્યું હતું. અહીંથી પોતાના પરિવાર સાથે તેઓ નાગેશ્વર જ્યોતિર્લિંગ અને ભગવાન દ્વારકાધીશના દર્શન માટે રવાના થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રાવણમાસ ચાલી રહ્યો છે ત્યારે નાયડુ પોતાના પરિવાર સાથે નાગેશ્વર મહાદેવના દર્શન કરવા માટે ગુજરાત પ્રવાસે છે.

મહાત્મા ગાંધીના જન્મસ્થળ કિર્તી મંદિરની મુલાકાત લીધી
અહીંથી નાયડુ પોરબંદર મહાત્મા ગાંધીની જન્મભુમિ ખાતે પહોંચ્યા હતા. મહાત્માગાંધીના જન્મસ્થળ કિર્તી મંદિરની તેઓએ મુલાકાત લીધી હતી. ગાંધીજી અને કસ્તુરબાની તસ્વીરને પણ તેઓએ પુષ્પાંજલી અર્પીત કરી હતી. કિર્તી મંદિરની મુલાકાત લઇને તેઓ સર્કિટ હાઉસ જવા માટે રવાના થયા હતા.

    follow whatsapp