સંજયસિંહ રાઠોડ.સુરતઃ સુરત કોર્પોરેશનના ક્લાર્કનો એક વીડિયો હાલ સોશ્યલ મીડિયા પર ફરતો થયો છે. જેમાં આ ક્લાર્ક 500ની નોટનું બંડલ લેતો જોવા મળી રહ્યો છે. એક ઓફિસમાં બેસીને આ ક્લાર્ક વ્યક્તિ સાથે વાતો કરે છે. વાતોમાં કેટલાક નેતાઓના પણ નામો સંભળાઈ રહ્યા છે. જોકે આ ક્લાર્કે કેટલા રૂપિયા લીધા, કોની પાસેથી લીધા અને કેમ લીધા તે અંગે આ વીડિયો સાથે કોઈ વિગતો મળી રહી નથી. હાલ આ વીડિયો સોશ્યલ મીડિયામાં ફરતો થયો છે જેની પુષ્ટી થઈ રહી નથી.
ADVERTISEMENT
દીકરીને એટલી ક્રુરતાથી 25 ઘા માર્યા કે ફ્લોર પર થતા હતા તણખાઃ CCTV હચમચાવી મુકનારા
કોર્પોરેટર અને અધિકારીઓના લીધા નામ
સુરત મહાનગરપાલિકાના સાઉથ ઝોનના એક ક્લાર્કનો વીડિયો વાયરલ થયો છે. જેમાં કોર્પોરેશનના ક્લાર્ક ભરત પસ્તાગિયા એક ઓફિસમાં બેસેલા જોવા મળી રહ્યા છે અને એક વ્યક્તિ પાસેથી રૂપિયા લેતા નજરે પડી રહ્યા છે. સચિન જીઆઇડીસી વિસ્તારના આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કોર્પોરેટર અને એમના ઉપરી અધિકારીઓનું નામ પણ લઈ રહ્યો છે. તેની સાથે એ પણ કહી રહ્યો છે કે, તેમણે પૈસા આપીને પ્રમોશન મેળવ્યું છે. સાથે બે જણા વચ્ચે ચાલી રહેલી ચર્ચામાં કેટલાક કોર્પોરેટરોના નામ પણ બોલાઈ રહ્યા છે. જેમાં એ પૈસા લેતા હોવાનું બોલે છે. પરંતુ ગુજરાત તક વાયરલ વીડિયોની કોઈ જ પુષ્ટિ કરતું નથી.
ADVERTISEMENT