અમદાવાદ: ગુજરાતમાં જે. જે. મેવાડા કેસ સતત ચર્ચામાં છે. ત્યારે મેવાડા પર 300 કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર વિરલ ગૌસ્વામી મુખ્યમંત્રી અને કે. કે.ને મળ્યા હોવાની વાત સતત વેગ પકડી રહી છે. આ અંગે વિરલ ગૌસ્વામીએ ખુલાસો કરતાં કહ્યું છે કે, મને ફોન આવ્યો હતો અને હું મુખ્યમંત્રીને મળવા ગયો હતો. મે આ કેસ અંગે તટસ્થ તપાસ થાય તે વિનંતી કરી. ડેપ્યુટી ચૂંટણી અધિકારી ગઢવી પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે, ગઢવી જે. જે. મેવાડાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ADVERTISEMENT
ગુજરાતમાં એક તરફ રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે ત્યારે બીજી તરફ આમ આદમી પાર્ટીના અસારવા બેઠકના ઉમેદવાર જે. જે. મેવાડા પર 300 કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે. અને આરોપ લગાવનાર વિરલ ગૌસ્વામીએ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હોવાની વિગતો બહાર આવી છે. આ મામલે વિરલ ગૌસ્વામી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે હું નોન પોલિટિકલ માણસ છું. ભ્રષ્ટાચાર સામે લડત આપનાર માણસ છું. હું મુખ્યમંત્રી અને કે. કે. ને મળ્યો હતો તેમને મે આ કેસ બાબતે મુખ્યમંત્રી સાથે વાતચિત કરી હતી અને કેસમાં તટસ્થ તપાસ થાય તે અંગે મે જણાવ્યું હતું. આ બાબતે SITની રચના કરવામાં આવે. SITમાં જે. જે. મેવાડા સાથે કામ કરેલ કોઈ પણ વ્યક્તિનો સમાવેશ ન કરવામાં આવે.
આ ઉપરાંત તેમણે ડેપ્યુટી ચૂંટણી અધિકારી ગઢવી પર ગંભીર આરોપ લગાવ્યા છે. વિરલ ગૌસ્વામીએ કહ્યું કે ડેપ્યુટી ચૂંટણી અધિકારી ગઢવીએ પૂરતી માહિતી નથી આપી અને તે જે. જે. મેવાડાને બચાવવાના પ્રયાસો કરી રહ્યા છે. આ ઉપરાંત ગૌસ્વામીએ મુખ્યમંત્રી ને 12 મીએ આ કેસની સુનાવણી છે અને તેમાં પૂરતી સુરક્ષા માટે પણ માંગ કરી છે.
ADVERTISEMENT