Ambaji Temple: ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં તાજેતરમાં જ પૈસા લઈને VIP દર્શન કરાવાતા હોવાનો આક્ષેપ લાગ્યો હતો. જે બાદ હવે મંદિરના ગર્ભગૃહમાં VIP દર્શન બંધ કરવામાં આવ્યા હોવાની વિગતો મળી રહી છે. કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે VIP દર્શનને લઈને આક્ષેપ કર્યો હતો અને વીડિયો જાહેર કર્યો હતો. જે બાદ વહીવટીતંત્ર દોડતું થયું હતું.
ADVERTISEMENT
હેમાંગ રાવલે પૈસા લઈને દર્શન થતા હોવાના આક્ષેપ કર્યા હતા
ખાસ છે કે અંબાજી મંદિરમાં વર્ષે લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે અને મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવતા હોય છે. ત્યારે કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે આક્ષેપ કર્યો હતો કે મંદિરમાં રૂ.5 હજાર લઈને VIP દર્શન કરાવવામાં આવે છે. વહીવટદારના વહીવટમાં મંદિરનો વહીવટ કથળ્યો છે. તમામ સનાતનીઓએ VIP દર્શનનો વિરોધ કરવો જોઈએ.
વહીવટદારે ફગાવ્યા હતા આક્ષેપ
આ બાદ મંદિરના વહીવટદાર સિદ્ધિ વર્માનું નિવેદન સામે આવ્યું હતું અને તેમણે તમામ આક્ષેપોને ફગાવ્યા હતા. સાથે જ કહ્યું હતું કે, અંબાજી મંદિરમાં પૈસા લઈને દર્શન કરાવવામાં આવતા નથી. મંદિરમાં કોઈપણ જાતના VIP દર્શનની વ્યવસ્થા નથી.
ADVERTISEMENT