આપના વધારે એક દિગ્ગજ નેતા પર હિચકારો હુમલો, ભાજપ પર લાગ્યા આક્ષેપ

વેરાવળ : ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવતી જઇ રહી છે તેમ તેમ રાજકારણ વધારે ગરમાઇ રહ્યું છે. તો બીજી તરફ ગુજરાતનાં ઇતિહાસમાં ક્યારેય…

gujarattak
follow google news

વેરાવળ : ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવતી જઇ રહી છે તેમ તેમ રાજકારણ વધારે ગરમાઇ રહ્યું છે. તો બીજી તરફ ગુજરાતનાં ઇતિહાસમાં ક્યારેય ન બન્યું હોય તેવું બની રહ્યું છે. ગુજરાતની રાજનીતિક હવે ધીરે ધીરે લોહીયાળ થઇ રહી હોય તેવું લાગી રહ્યુ છે. સુરતમાં મનોજ સોરઠીયા પર હુમલા બાદ વધારે એક આપના નેતા પર હુમલો થયો છે. આપના કાર્યક્રમની ગાડીમાં પણ તોડફોડ કરવામાં આવી હતી.

જનસંપર્ક કાર્યક્રમમાં તોડફોડ અને ધોલધપાટ
સોમનાથ સીટ પરથી આપના ધારાસભ્ય પદના ઉમેદવાર જગમાલ વાળા જનસંપર્ક કાર્યક્રમ કરી રહ્યા હતા ત્યારે અચાનક કેટલાક લોકો ઘસી આવ્યા હતા. જેમણે કાર્યક્રમના સ્થળે તોડફોડ કરી હતી. જનસંપર્ક માટે ઉપયોગમાં લેવાની ગાડી છોટા હાથીને નુકસાન પહોંચાડ્યું હતું. આ ઉપરાંત આપના કાર્યકર્તાઓ અને નેતાઓ સાથે પણ મારામારી કરી હતી. ત્યાર બાદ તેઓ ત્યાંથી ફરાર થઇ ગયા હતા. આપ નેતા જગમાલ વાળા દ્વારા આ અંગે ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.

જો કે આ અંગે જગમાલ વાળાનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું કે, સોમનાથ સીટ અને ગીર સોમનાથ જિલ્લામાં આમ આદમી પાર્ટી ખુબ જ મજબુત છે. અહીં દરેક સીટ આપને મળે તેવી શક્યતા છે. જેના કારણે ભાજપ અને તેના ગુંડાઓ ગિન્નાયા છે. જેના કારણે હવે તેઓ હિંસક રાજનીતિ પર ઉતરી આવ્યા છે. આ સ્થિતિ માત્ર સોમનાથ જ નહી સમગ્ર ગુજરાતમાં છે. અમારી સરકાર આવી રહી છે. જેના કારણે પોતાની સત્તા જવાના ડરથી ભાજપના નેતાઓ અને તેના પાલતુ ગુંડાઓ લોહીયાળ રાજનીતિ પર ઉતરી આવ્યા છે. આ ગુજરાત અને ગુજરાતની અસ્મિતા પર હુમલો છે. જો કે જનતા આ લોહીના દરેકે દરેક ટીપાનો જવાબ પોતાના મતથી આપશે અને આ ગુંડારાજને ખતમ કરશે.

    follow whatsapp