નવસારીના વિનય પટેલ હત્યાકાંડમાં 3 આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજુર, કેમ કરી હત્યા? મેળવશે જવાબ

નવસારીઃ નવસારીમાં ચકચારી એવા ચીખલીના વિનય હત્યાકાંડને લઈને અહીંના વાતાવરણમાં એક અલગ જ પ્રકારની તંગદીલીનો અનુભવ થાય છે. ચીખલીના વિનય હત્યાકાંડ થતા જ પોલીસ પણ…

vinay

vinay

follow google news

નવસારીઃ નવસારીમાં ચકચારી એવા ચીખલીના વિનય હત્યાકાંડને લઈને અહીંના વાતાવરણમાં એક અલગ જ પ્રકારની તંગદીલીનો અનુભવ થાય છે. ચીખલીના વિનય હત્યાકાંડ થતા જ પોલીસ પણ એલર્ટ થઈ ગઈ હતી અને તાત્કાલીક જિલ્લા પોલીસ વડા સહિતનો મોટો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અલગથી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દીધો હતો. વિનયની હત્યાના આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં પકડી પાડીને તેમની પાસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. પોલીસ તેમને કાયદેસરની કાર્યવાહીને અંતર્ગત સ્થળ પર લઈ ગઈ હતી અને તેમને પુછ્યું હતું કે તેમણે આ હત્યા કેવી રીતે કરી હતી. જોકે હજુ હત્યા પાછળનું કારણ શું હતું તે સામે આવ્યું નથી. પોલીસે આરોપીઓને કોર્ટમાં રજુ કરીને તેમના 12 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

શું બન્યો હતો બનાવ
ચીખલીમાં વિનય પટેલ સરકારી કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતો હતો. છેલ્લા ઘણા સમયથી એસીબીને માહિતી આપીને ચીખલીમાં ભ્રષ્ટ સરપંચો સામે તેના દ્વારા મોરચો ખોલવામાં આવ્યો હતો. કોલેજ સર્કલ પાસે આ યુવક પોતાના વાહન પર જઈ રહ્યો હતો ત્યારે બે બાઈક પર ત્રણેક શખ્સો આવ્યા અને લોખંડની પાઈપ વડે હુમલો કર્યો હતો. જેમાં વિનય પટેલનું મોત થયું હતું. આ ઘટના પછી આ ત્રણે શખ્સો જાણે હવામાં ઓગળી ગયા હોય તે રીતે ત્યાંથી ફરાર થઈ ગયા હતા. મામલાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે લાશને પોસ્ટ મોર્ટમ માટે ખસેડીને સીસીટીવી ઉપરાંત અન્ય રીતે પણ આરોપીઓને પકડી પાડવાની તજવીજ હાથ ધરી અને ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીને પકડી પાડ્યા હતા. પોલીસે આ ઘટનામાં ત્રણ અજાણ્યા શખ્સો દ્વારા હત્યાને અંજામ અપાઈ હતી. તેમાં આરોપીમાં વશિષ્ટ હસમુખ કોળી પટેલ, રાહુલ પાંચાભાઈ રબારી અને જીગ્નેશ જીવણ પરમારની ધરપકડ કરી છે. પોલીસે તેમની ધરપકડ કર્યા પછી ઘટનાનું રિકન્સ્ટ્રક્સન કરાવવા માટે તેમને મોટા પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર લઈ ગઈ હતી. પોલીસે તમામ આરોપીને પકડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

જુનાગઢઃ લગ્નમાંથી પાછા આવતા હતા અને કાર પર પડ્યું ઝાડ, કારનો કચ્ચરઘાણ

પાલનપુર SOGની ટીમે પકડ્યા આરોપીઓને
નવસારીના ચીખલી ગામમાં બે દિવસ અગાઉ કોલેજ નજીક ત્રણ અજાણ્યા બાઇક પર આવેલા હુમલાખોરોએ નિવૃત પોલીસ કોન્સ્ટેબલના પુત્ર વિનય પટેલની માર મારી હત્યા કરી હતી. જે કેશમાં ભાગેડુ આરોપી પૈકી બે ને ઝડપવા પોલીસે તેમના ફોટા વિવિધ પોલીસ મથકોએ મોકલ્યા હતા. જેમાં પાલનપુર એસઓજી ટીમે બે આરોપીઓ પાલનપુરથી ઝડપી પાડયા છે. એસઓજી પીઆઇ એમ.જે.ચોધરી અને ટીમે બનાસ હોટલ નજીકથી આ હત્યાને અંજામ આપનાર બે આરોપીઓ બાતમી અને ફોટા આધારે ઝડપી પાડયા છે. જેમાં ઝડપાયેલા હત્યારાઓના નામ ઠામ પુછતા વશિશ હસમુખભાઈ કોળી (ઉમર વર્ષ ૨૪) રહે, ચીખલી, ખૂંધ પોખલા તેમજ રાહુલ પાંચાભાઈ રબારી, ચીખલી ખોડવેલ ચોકડી, મૂળ રહે, કુદવા તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠાનો હોવાનું જણાવ્યું હતું. આમ ચીખલીમાં પોલીસપુત્ર એવા યુવકની હત્યા કરનાર આરોપીઓ પૈકી બે આરોપીઓને એસ.ઓ.જી બનાસકાંઠાએ ઝડપી પાડ્યા હતા.

રિમાન્ડમાં શું વિગતો કઢાવશે પોલીસ
હવે આ ત્રણેય આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કરીને તેમના રિમાન્ડની માગણી કરતા કોર્ટે 12 દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે. હવે જોવું રહ્યું કે આગામી દિવસોમાં પોલીસ આ શખ્સો પાસેથી કઈ કઈ વિગતો કઢાવે છે. પોલીસે કોર્ટ પાસે 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી જોકે કોર્ટે 12 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. પોલીસ આ રિમાન્ડ દરમિયાન વિનય પટેલની હત્યા કરવા પાછળનું કારણ શું હતું, હત્યા પછી હથિયાર ક્યાં ફેંક્યા હતા. વગેરે સવાલોના જવાબો મેળવવાના પ્રયત્નો કરશે.

    follow whatsapp