વિકાસ સહાયની ગુજરાતના નવા DGP તરીકે વરણી, અનેક સીમાચિન્હ રૂપ કામગીરી કરી ચુક્યા છે

અમદાવાદ : ગુજરાતના હાલના પોલીસ વડા આશિષ ભાટિયા વય નિવૃત થઇ રહ્યા છે. તેવામાં ગુજરાતના નવા પોલીસ વડા તરીકે વિકાસ સહાયની પસંદગી કરવામાં આવી છે.…

gujarattak
follow google news

અમદાવાદ : ગુજરાતના હાલના પોલીસ વડા આશિષ ભાટિયા વય નિવૃત થઇ રહ્યા છે. તેવામાં ગુજરાતના નવા પોલીસ વડા તરીકે વિકાસ સહાયની પસંદગી કરવામાં આવી છે. રાજ્યના પોલીસ વડા તરીકે વિકાસ સહાયની પસંદગી થઇ છે. તેઓની ઓળખ ખુબ જ સૌમ્ય અધિકારી તરીકે થાય છે.

તેઓ પીએસઆઇ ભરતી બોર્ડના ચેરમેન પણ રહી ચુક્યા છે. તેઓ 1989 બેચના IPS અધિકારી છે. તેઓ યુએન માટે પણ કામગીરી કરી ચુક્યા છે. તેઓ બોસ્નીયા જેવા અનેક દેશોમાં પણ યુએન તરફથી મહત્વની જવાબદારીઓ નિભાવી ચુક્યા છે. તેઓ આણંદ એસપી તરીકે 1999 માં આવ્યા હતા. ત્યાર બાદ તેઓ અમદાવાદ ગ્રામીણ એસપી અને ત્યાર બાદ અમદાવાદ શહેરમાં ડીસીપી તરીકે પણ રહી ચુક્યા છે. આ ઉપરાંત 2005 માં અમદાવાદ શહેર અને 2007 માં સુરત શહેરના સીપી રેન્જ પણ રહી ચુક્યા છે. આ ઉપરાંત તેઓ આઇજી સુરક્ષા અને આઇજી સીઆઇડી આઇબી પણ રહી ચુક્યા છે. આ ઉપરાંત તેઓ રક્ષાશક્તિ યુનિવર્સિટીમાં પણ ખુબ જ મહત્વનો ભાગ ભજવી ચુક્યા છે. રક્ષાશક્તિ યુનિવર્સિટીના મહાનિર્દેશક તરીકે ખુકબ જ મહત્વની જવાબદારી નિભાવી ચુક્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વિકાસ સહાય 1989 બેચના IPS અધિકારી છે. તેઓ યુએન પીસ કીપિંગ મિશનની તમામ મહત્વપૂર્ણ સોંપણીઓ સંભાળી ચુક્યા છે. જેમાં તેઓ 1998-99 દરમિયાન બોસ્નિયા-હર્જેગોવિનામાં પણ રહ્યા હતા. આ મિશન બાદ સહાય પોલીસ વિભાગમાં 1999માં એસપી આણંદ, 2001માં એસપી અમદાવાદ ગ્રામ્ય, 2002માં અમદાવાદ શહેરના ડીસીપી ઝોન II અને III, 2004માં અમદાવાદ શહેરના ડીસીપી ટ્રાફિક, એડિશનલ સીપી ટ્રાફિક જેવા અનેક મહત્વના હોદ્દાઓ સંભાળી ચુક્યા છે. 2005માં અમદાવાદ શહેર તથા 2007માં સુરત શહેરના એડિશનલ સીપી રેન્જ I, 2008માં જોઈન્ટ સીપી રેન્જ I સુરત શહેર, 2009માં આઈજી સિક્યુરિટી અને 2010માં આઈજી સીઆઈડી અને ઈન્ટેલિજન્સ બ્યુરો જેવી મહત્વની જવાબદારીઓ નિભાવી ચુક્યા છે. તેમની કારકિર્દીમાં સૌથી મહત્વપૂર્ણ વળાંક ત્યારે આવ્યો જ્યારે તેમની પસંદગી દેશની પ્રથમ પોલીસ યુનિવર્સિટી, “રક્ષા શક્તિ યુનિવર્સિટી” ની સ્થાપના માટે પસંદગી કરવામાં આવી આ પીએમ મોદી તથા ગુજરાત સરકારનો ખુબ જ મહત્વનો અને ડ્રીમ પ્રોજેક્ટ હતો. તેઓ રક્ષા શક્તિ યુનિવર્સિટીના મહાનિદેશકના પદ સુધી પહોંચ્યા. તેમના નેતૃત્વ હેઠળ, રક્ષાશક્તિ યુનિવર્સિટીએ આંતરિક સુરક્ષા શિક્ષણશાસ્ત્ર અને સંશોધનમાં મુખ્ય સ્થાન મેળવ્યું છે.

તેઓ મેરીટોરીયસ સર્વિસ માટે પ્રેસિડેન્ટ પોલીસ મેડલ અને વિશિષ્ટ સેવા માટે ખૂબ જ પ્રતિષ્ઠિત પ્રેસિડેન્ટ પોલીસ મેડલ મેળવનારા ચુનંદા પોલીસ અધિકારીઓ પૈકી એક છે. તેઓ પોલીસ તાલીમના અધિક મહાનિર્દેશક અને રક્ષા શક્તિ યુનિવર્સિટીના મહાનિર્દેશક તરીકે સેવા આપી રહ્યા છે. ત્યાર બાદ તેઓ પીએસઆઇ ભરતી બોર્ડના વડા તરીકે પણ રહ્યા છે.

    follow whatsapp