અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમનજીક આવતી જઇ રહી છે તેમ તેમ ઉમેદવારો બિલાડીના ટોપની જેમ ફુટી રહ્યા છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહીતના પક્ષમાંથી ચૂંટણીમાં ઝંપલાવવા ઈચ્છુંક ઉમેદવારો મીડિયા દ્વારા, માનિતા નેતાઓ દ્વારા કે અન્ય માધ્યમોથી પક્ષ સુધી પહોંચાડતા રહે છે. તેવામાં વધારે એક નેતાજીની એન્ટ્રી થઇ ચુકી છે. ગાયક કલાકાર વિજય સુંવાળાએ પોતે પણ ચૂંટણી લડવા માટેની ઇચ્છા વ્યક્ત કરી છે. આગામી ચૂંટણીમાં ભાજપ ટિકિટ આપશે તો લડવાની તૈયારી દર્શાવી હતી.
ADVERTISEMENT
નવરાત્રી મહોત્સવમાં પોતાની ઇચ્છા વ્યક્ત કરી
નવલા નોરતાને લઇને અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે આયોજિત નવરાત્રિ મહોત્સવમાં સુંવાળાએ નિવેદન આપ્યું હતું. સુંવાળાએ નવરાત્રી દરમિયાન શરણાઇ નવરાત્રિ મહોત્સવમાં ગાયક કલાકાર વિજય સુવાળાએ રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. ત્યારબાદ વિજય સુવાળાએ ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ચૂંટણી લડવાના સવાલના જવાબમાં ગાયક કલાકાર વિજય સુંવાળાએ જણાવ્યું કે, જો ભાજપ તરફથી મને ટિકિટ અપાશે તો હું પક્ષના સંન્નીષ્ઠ કાર્યકર તરીકે એ જવાબદારી સ્વિકારીશ અને ચૂંટણી લડીશ.
જે સીટ પરથી ટિકિટ મળે ત્યાંથી ચૂંટણી લડીશું
પક્ષના મોવડી મંડળ દ્વારા જે વિધાનસભા સીટ પરથી ટિકિટ આપવામાં આવે તે સીટ પરથી લડવાની તૈયારી દર્શાવી હતી. ઉલ્લેખનીય છે કે વિજય સુંવાળાએ આપ થકી પોતાની રાજનીતિની શરૂઆત કરી હતી. જો કે ત્યાર બાદ માતાના સમ તોડીને ભાજપમાં જોડાયા હતા. ગત્ત જાન્યુઆરી માસમાં ભાજપના રંગે રંગાયા હતા. હવે ચૂંટની પણ લડવાની ઉત્સુકતા દર્શાવી છે. જો કેભાજપ તેમને ટિકિટ આપે છે કે કેમ તે જોવું રહ્યું.
ADVERTISEMENT