બનાસકાંઠા: આદિવાસી યુવતીને વિધર્મી યુવકે અડપલા કર્યા, પરિવારે ઠપકો આપતા આપી જાનથી મારવાની ધમકી

ધનેશ પરમાર/બનાસકાંઠા: બનાસકાંઠાના અમીરગઢમાં એક હિન્દુ આદિવાસી યુવતીની છેડતી કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. જેમાં મુસ્તફા ખાન નામના એક મુસ્લિમ યુવક પર આરોપ…

gujarattak
follow google news

ધનેશ પરમાર/બનાસકાંઠા: બનાસકાંઠાના અમીરગઢમાં એક હિન્દુ આદિવાસી યુવતીની છેડતી કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. જેમાં મુસ્તફા ખાન નામના એક મુસ્લિમ યુવક પર આરોપ લાગ્યો છે. આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી, જેના આધારે પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે. જોકે સ્થાનિક આગેવાનોએ આક્ષેપ કર્યા હતા અને સ્પષ્ટ કર્યું હતું કે આ યુવતી અને અન્ય યુવતીઓ સાથે આ વિધર્મી ઈસમે બળાત્કાર કર્યો છે. જ્યાં સુધી બળાત્કારની કલમો નહીં ઉમેરાય ત્યાં સુધી આ મામલે અમો ઉગ્ર બની ધરણાં કરીશું. અમીરગઢ પોલીસે 20 વર્ષીય યુવતીની ફરિયાદના આધારે IPCની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. યુવતીએ આરોપી વિરુદ્ધ છેડતી અને જાતિસૂચક અપશબ્દો કહીને અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે.

ગૃહ ઉદ્યોગમાં કામ કરતી યુવતી સાથે અડપલા

વિગતો મુજબ, પીડિત યુવતી અમીરગઢના ગાંજી ગામે ગૃહઉદ્યોગ ચાલતો હોઈ ત્યાં મજૂરી કામ ખાતે જતી હતી. 1લી ઓગસ્ટના રોજ તે તેની કાકાની દીકરી સાથે નિત્યક્રમ મુજબ કામે ગઈ હતી. આ ગૃહઉદ્યોગનું સંચાલન એક મુસ્તફા ખાન નામનો વ્યક્તિ કરતો હોવાનું જાણવા મળ્યું છે. અહીં યુવતી અન્ય મહિલાઓ સાથે મળીને સાબુ બનાવવાનું કામ કરતી હતી. જેમાં ઘટનાના દિવસે પીડિતાની સાથે આવતી તેની કાકાની દીકરી વહેલી ઘરે નીકળી ગઈ હતી અને પીડિતા રૂમમાં એકલી તેનું કામ કરતી હતી. દરમ્યાન બપોરેના સાડા બારેક વાગ્યાના અરસામાં મુસ્તફાખાને તેની પાસે જઈને રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો અને યુવતીને અડપલાં કર્યાં હતાં. ગભરાઈ ગયેલી પીડિતા બૂમાબૂમ કરીને દરવાજો ખોલીને ભાગી છૂટી હતી. જ્યાંથી તે અમીરગઢ સ્થિત માસીના ઘરે જતી રહી હતી. જ્યાં તેમને આપવીતી જણાવી હતી.

આરોપીને ઠપકો આપતા જાનથી મારવાની ધમકી આપી

બીજા દિવસે સાંજે પીડિતાના માસી-માસા તેને લઈને મુસ્તફા ખાનને ઠપકો આપવા માટે ગયા હતા. ત્યારે આરોપીએ ઉશ્કેરાઈ જઈને તેમને જાતિસૂચક અપશબ્દો કહ્યા હતા, તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેથી ગભરાઈ ગયેલો પીડિત પરિવાર પરત ફર્યો હતો. ત્યારબાદ તેમણે અમીરગઢ પોલીસ મથકે જઈને આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે મુસ્તફાખાન કાળુખાન નામના આરોપી વિરુદ્ધ IPCની કલમ 354, 354A, 506(2) તેમજ ST-SC એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી હતી. ઘટનાને લઈને હિંદુ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આરોપીને પકડીને કડકમાં કડક કાર્યવાહી કરવા માટેની માગ કરવામાં આવી રહી છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

    follow whatsapp