Video: ધાનેરામાં ચાલું રોડ શૉએ અચાનક કેમ ભાગ્યા ભાજપ નેતાઓ? રોડ પર જોવા મળ્યા દોડાદોડીના દ્રશ્યો

Lok Sabha Election: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પ્રચંડ પ્રચાર કરી મતદાતાઓને આકર્ષવા એડી ચોંટીનું જોર લગાવી રહ્યા છે.

Lok Sabha Election

ચાલું રોડ શૉએ કેમ ભાગ્યા ભાજપ નેતાઓ?

follow google news

Lok Sabha Election: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પ્રચંડ પ્રચાર કરી મતદાતાઓને આકર્ષવા એડી ચોંટીનું જોર લગાવી રહ્યા છે. ઉમેદવારો પોતાના મતક્ષેત્રના વિવિધ વિસ્તારોમાં રોડ શૉ યોજીને શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. 

ધાનેરામાં રેખાબેનનો યોજાયો હતો રોડ શૉ

ત્યારે બનાસકાંઠાના ડીસામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરએ રોડ શૉ યોજ્યા બાદ આજે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીનો ધાનેરામાં રોડ શૉ યોજાયો હતો.  જેમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા. જોકે, રેખાબેન ચૌધરીના આ રોડ શૉ દરમિયાન અચાનક એવો બનાવ બન્યો કે તમામ કાર્યકરોએ ભાગવું પડ્યું હતું. 

મોટી સંખ્યમાં જોડાયા હતા કાર્યકરો

વાસ્તવમાં બનાસકાંઠાના ધાનેરામાં ભાજપના રેખાબેન ચૌધરીના સમર્થનમાં રોડ શૉ ચાલી રહ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા. આ દરમિયાન અચાનક મધ ઉડ્યું હતું, જેના કારણે રોડ શૉમાં દોડધામ મચી જવા પામી હતી. 

ભાજપના કાર્યકરો દોડતા થયાં

રેખાબેન ચૌધરીના રોડ શૉમાં મધમાખી ઉડતા ભાજપના કાર્યકરો દોડતા થયા હતા. એટલું જ નહીં રોડ શૉમાં હાજર DJ પણ ફૂલ સ્પીડમાં ભગાવવું પડ્યું હતું. જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

 

    follow whatsapp