Video: શક્તિસિંહે નીતિન પટેલની ફીરકી લીધીઃ કહ્યું ‘…એટલે તેમને ઉલાળીને પછાળ્યા એ ગાય માતા, ટિકિટમાં પણ પછાડ્યા’

પાટણઃ પાટણમાં આજે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહીલે જાહેર સભા સંબોધી હતી. દરમિયાન તેમણે ભાજપના નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ફીરકી લીધી હતી. તેમણે…

gujarattak
follow google news

પાટણઃ પાટણમાં આજે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહીલે જાહેર સભા સંબોધી હતી. દરમિયાન તેમણે ભાજપના નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ફીરકી લીધી હતી. તેમણે ગાયના ગૌચર જમીન ખાઈ જવાના આરોપ સાથે નીતિન પટેલ પર ખીજાયેલા ગૌ માતાએ ગોતે ચઢાવીને પછાડ્યા હોવાનું કહ્યું હતું. ઉપરાંત તેમને ગાય માતાની જ હાય લાગવાના કારણે ટિકિટમાંથી પણ પછળાયા હોવાનું તેમણે કહ્યું હતું. આ દરમિયાન હાજર સહુ લોકો ખડખડાટ હસી પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા નીતિન પટેલને રસ્તા પર સમર્થકો સાથે ચાલતા દરમિયાન ગાય અચાનક ઉછાળતા તેમને ઈજાઓ થઈ હતી.

ચૂંટણી પહેલા ગાય યાદ આવે, પછી…: શક્તિસિંહ
આજે પાટણના સિદ્ધપુરમાં કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર નોમિનેશન ભરવાના હતા. તેમના પ્રચાર માટે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ પણ આવ્યા હતા. ત્યાં તેમણે નીતિન પટેલ પર ગાયોના મામલાને લઈને કટાક્ષ કર્યો હતો. તેમણે ગાયોના મામલાને લઈને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, ગાયોની ગૌચર જમીન અનામત હોવી જોઈએ ભાજપને ફક્ત ચૂંટણી દરમિયાન જ ગાય યાદ આવે છે પરંતુ ચૂંટણી પુરી થતા જ સત્તા આવે એટલે પોતાના માનીતા બે પગ વાળા ખુંટીયા ઉદ્યોગપતિઓને આપી દેવાનની. અને એટલે જ નીતિન પટેલનો પગ ગાયએ તોડી નાખ્યો તેમને ઉછાળ્યા અને એટલું પણ ઓછું હતું ત્યાં ટિકિટમાંથી પણ ઉછાળ્યા. પોતે જ કહેતા હતાને કે પહેલા તો હું લખીને કહું એટલે ટિકિટ મળી જતી હતી હવે તો શું નું શું કરવું પડે છે ટિકિટ લેવા માટે.


(વીથ ઈનપુટઃ વિપીન પ્રજાપતિ, પાટણ)

    follow whatsapp