અંબાજી : યાત્રાધામ અંબાજીમાં મંદિરના વહિવટદારે એક દિવસ પહેલા જ મંદિરમાં VIP દર્શન માટેની કોઇ વ્યવસ્થાની હોવાનો દાવો કર્યો હતો. કોંગ્રેસના આક્ષેપોને મંદિરના વહીવટદારોએ ખોટા ગણાવ્યા છે. અંબાજી મંદિરમાં VIP મુદ્દો ફરી એકવાર વિવાદ સામે આવ્યો છે. મંદિર ટ્રસ્ટે મંદિરના ગર્ભગૃહમાં જઇને થતા દર્શન બંધ કર્યાનો દાવો કર્યો હતો. જો કે ગુરૂવારે મહિલાએ ગર્ભગૃહમાં જઇને દર્શન કરતા વિવાદ વકર્યો છે.
ADVERTISEMENT
મહિલા ડ્રેસ પહેરીને આવી અને તેને સાડી પહેરાવાઇ
VIP દર્શન કરાવવા અધિકારીઓએ જુગાડ કર્યું હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. મહિલાએ ડ્રેસ પર સાડી પહેરીને દર્શન કર્યા હતા. હાલ આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. પંજાબી ડ્રેસ પર સાડી પહેરાવીને મહિલાને છેક ગર્ભગૃહ સુધી લઇ જવાઇ હતી. કોંગ્રેસ દ્વારા લગાવાયેલા આક્ષેપો ફરી એકવાર સાચા સાબિત થઇ રહ્યા છે. મંદિર વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા દાવા ફરી એકવાર સરકારી સાબિત થયા છે.
મંદિરના પુજારીઓઓના પ્રવેશ દ્વારેથી પૈસા લઇને વીઆઇપી દર્શન
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ મંદિરના પાછળના પ્રવેશ દ્વારેથી સીધા જ ગર્ભગૃહમાં લઇ જવાતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા હતા. આ દાવો સાચો પણ ઠર્યો હતો. કેટલીક મહિલાઓને તો માતાજીના ગર્ભગૃહમાં જીન્સ અને ટીશર્ટ પહેરીને કેટલીક મહિલાઓ દર્શન કરતી હોવાનું સામે આવ્યું હતું. આ તમામ લોકો 5 હજાર રૂપિયા આપીને દર્શન કરવા માટે ગર્ભગૃહમાં પ્રવેશ્યા હોવાના દાવા થયા હતા. સમગ્ર મામલે હાલ ચોંકાવનારા ખુલાસા થયા છે.
કોંગ્રેસ દ્વારા આ મામલે હોબાળો કરવામાં આવ્યો હતો
5 હજારમાં અંબાજી મંદિરમાં VIP દર્શનના નામે પૈસાનો ખેલ થઇ રહ્યો હોવાનો દાવો કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. વહીવટદાર તેમને ખોટા સાબિત કર્યા હતા. જો કે હવે તો આ સમગ્ર મામલો વાયરલ થતા મંદિર વહીવટી તંત્ર ખોટું પણ પડ્યું છે અને ભોંઠુ પણ પડ્યું છે. વૃદ્ધો અને દિવ્યાંગોને જ આ પ્રકારે દર્શન કરાવાતા હોવાનો દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે વીડિયોમાં રહેલી મહિલા ન તો દિવ્યાંગ છે કે ન તો તે વૃદ્ધ છે. જેથી હવે ફરી એકવાર મંદિરના વહીવટી તંત્ર અને કલેક્ટર સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.
ADVERTISEMENT