Rajkot News: આજે દેશભરમાં રક્ષાબંધનના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે રાજકોટની જેલમાં પર કેદીઓએ રક્ષાબંધનની ઉજવણી કરી હતી. વિવિધ ગુનાઓમાં સજા ભોગવી રહેલા કેદીઓને રાખડી બાંધવા માટે બહેનો મધ્યસ્થ જેલમાં પહોંચી હતી. આ દરમિયાન એક એવી ઘટના બની કે જે આખા રાજકોટમાં ચર્ચાનો વિષય બની છે.
ADVERTISEMENT
સાગઠિયાને રાખડી બાંધવા પહોંચી હતી બહેન
હકીકતમાં રાજકોટ TRP ગેમ ઝોનમાં અગ્નિ કાંડનો મુખ્ય આરોપી અને RMCના તત્કાલિન ટીપીઓ મનસુખ સાગઠિયા પણ જેલમાં બંધ છે. ત્યારે આજે રક્ષાબંધનના દિવસે મનસુખ સાગઠિયાના બહેન તેમને રાખડી બાંધવા માટે જેલમાં આવ્યા હતા. આ દરમિયાન રાખડી બાંધ્યા બાદ બહેને સાગઠિયાને એક ચિઠ્ઠી આપી હતી. જોકે, ચકોર પોલીસ અધિકારી જોઇ જતાં તેમણે ચિઠ્ઠી લઈ લીધી હતી અને તેમની બહેનને પરત આપી દીધી હતી. દરમિયાન રક્ષાબંધનની ઉજવણી સમયે સાગઠિયાના બહેને એક ચિઠ્ઠી આપતા ચકચાર મચી ગઈ છે.
પોલીસકર્મીની અધિકારીની નજર પડી
રક્ષાબંધનની ઉજવણી સમયે બહેને સાગઠીયાના હાથમાં એક ચિઠ્ઠીની ચબરખી મુકી દીધી હતી. જોકે, ત્યાં હાજર પોલીસકર્મીની અધિકારીની નજર પડી ગઈ હતી. જે બાદ હવે સવાલ એ થઈ રહ્યો છે કે આ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું? ચિઠ્ઠીએ અનેક પ્રશ્નાર્થો સર્જ્યા છે. સાગઠીયાને આપવામાં આવેલી ચિઠ્ઠીથી ભારે ગરમાવો જગાવ્યો છે.
ઈનપુટઃ રોનક મજીઠીયા, રાજકોટ
ADVERTISEMENT