નવસારીઃ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ચિતાલી ગામ પાસે બુધવારે ફોર્ચ્યુનર કારમાંથી દારૂની લૂંટ થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. ચિતાલી ગામ પાસે અમદાવાદ આરટીઓ રજીસ્ટ્રેશન નંબર GJ 1 AQ 9610 ધરાવતી ફોર્ચ્યુનર કારનો ચાલક ઈકો કારને ટક્કર મારીને ભાગી ગયો હતો. ફોર્ચ્યુનર કારમાંથી 84 હજારની કિંમતનો દારૂ ઝડપાયો હતો. હકીકતમાં પોલીસ પહોંચે તે પહેલા સ્થળ પર કેટલાક ગ્રામજનો અને કેટલાક રાહદારીઓએ કારમાંથી દારૂની લૂંટ ચલાવી હતી. લોકો દારૂ લઈને ભાગી રહ્યા હતા, હવે વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
કાર ચાલક દારુ લઈને ક્યાં જતો હતો?
આ બનાવથી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. લોકો પોલીસને આ બાબતે કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં લોકો અકસ્માત ગ્રસ્ત થયેલી કારમાંથી રીતસર પેટીઓ ભરીને દારુ લૂંટી રહ્યા છે. પોલીસ આવે તે પહેલા તો મોટા ભાગનો દારુનો જથ્થો લોકો લૂંટી ગયા હતા. આ કાર કોની છે? આ કારનો ચાલક કોણ હતો અને દારુ લઈને ક્યાં જઈ રહ્યો હતો તે સહિતની વિગતો તપાસ માગનારી છે.
મોડાસાઃ ઊર્જાકાંડમાં 6 વીજકર્મચારીઓ સામે મોટી કાર્યવાહી, નોકરી પર હાજર નહીં કરવા આદેશ
નવસારી જિલ્લાના ચીખલી ચાલુકામાં ચિતાલી ગામે એક ફોર્ચ્યુનર કારના ચાલકે ઈકો કાર સાથે અકસ્માત કરતા ફોર્ચ્યુનર કાર રોડની એક તરફ ઉતરી ગઈ હતી. કારને નુકસાન પણ થયું હતું. ઈકો કારનો ખર્ચ ફોર્ચ્યુનર કારના જયદીપ સુમન પટેલ દ્વારા આપવાની સહમતી દર્શાવાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માતમાં જોકે એ સામે આવ્યું નથી કે જયદીપ અકસ્માત પછી ક્યાં ફરાર થઈ ગયો અને દારુ ભરેલો જથ્થો લઈ ક્યાં જતો હતો. સમગ્ર મામલામાં લોકોએ તો દારુની લૂંટ ચલાવી હતી. હવે પોલીસ આ લોકોને ઝડપે તેવી પણ માગ ઉઠી રહી છે.
ADVERTISEMENT