જુનાગઢઃ બોટ માલિકો માટે આ વાવાઝોડું મોટું નુકસાન લઈને આવે તેવું લાગી રહ્યું છે. હાલમાં જ ગુજરાતના માંગરોળ બંદર પર નવી બનાવવામાં આવી રહેલી જેટીને સમુદ્રના તોફાની મોજાઓની વારંવાર થપાટથી નુકસાન પહોંચી શકે છે તેને લઈને ચિંતાનો વિષય બન્યો છે. ગુજરાતના માંગરોળ બંદર પર આ સ્થિતિને જોતા મંત્રી જગદીશ વિશ્વકર્મા દ્વારા અહીં રુબરુ મુલાકાત લઈને સ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
માંગરોળ બંદર પર વર્ષ 2018થી જેટી બનાવવાનું કામ ચાલી રહ્યું છે. હજુ સુધી માત્ર 60 ટકા કામ પત્યું હતું ત્યાં બિપોરજોય વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. બિપોરજોય વાવાઝોડાને કારણે હાલ સમુદ્રમાં મોજા અને કરંટ જોવા મળી રહ્યો છે. મોજા એટલા તાકાતવર બની રહ્યા છે કે કિનારે ભટકાયા પછી 8 ફૂટ જેટલા ઉછળે છે, ત્યારે હાલ જેટીને વારંવાર આ સમુદ્રી મોજાઓની થપાટ વાગી રહી હતી. આ જેટીનું હજુ પણ 40 ટકા કામ બાકી છે. આ જેટી દોઢ વર્ષમાં પુરી રીતે બનવાની હતી. જોકે હાલની સ્થિતને જોતા જેટીને નુકસાન થવાની સ્થિતિ છે. હજુ સુધી જેટી બની શકી નથી અને અધુરી જેટીને હવે નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે.
Cyclone Biparjoy: વાવાઝોડામાં ફસાઈ જાઓ તો શું કરશો? શું નહીં? આટલું જાણી લો
કોંગ્રેસ સરકારે બનાવેલી જેટી અડીખમ
બોટ માલિકો માટે આ જેટી તૂટી જાય તો ફરી એક મોટું નુકસાન થઈ શકે છે. જેટીના કિનારે બાંધવામાં આવેલી બોટોને લઈને બોટ માલિકોને ડર સતાવી રહ્યો છે. જેટી તૂટવાના ડરે તેમને નુકસાન થાય તેની ભીતિ તેમના મનમાં સેવાઈ રહી છે. એક તરફ કોંગ્રેસ દ્વારા વર્ષો પહેલા બનાવવામાં આવેલી જેટી હજુ સુધી સલામત છે તો બીજેપી સરકાર દ્વારા બનાવાયેલી જેટી હજુ પુરી થઆ નથી અને થોડું ઘણું નુકસાન તો થઈ પણ ચુક્યું છે. હવે આ જેટી ક્યારે પુરી રીતે બનશે તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે.
(ઈનપુટઃ ભાર્ગવી જોશી, જુનાગઢ)
ADVERTISEMENT