અમરેલીઃ અમરેલીની રાજુલા વિધાનસભા બેઠક માટે કોંગ્રેસે અંબરીશ ડેરને ચૂંટણી મેદાને ઉતાર્યા છે. દરમિયાન અંબરીશ ડેર 300 મીટર સુધી પાણીમાં તરીને ગયા હતા. ચૂંટણી પ્રચાર દરમિયાન ઉમેદવારે કરેલી આ નવી તરકીબે લોકોમાં વિવિધ ચર્ચાઓ જગાવી હતી. જ્યાં એક તરફ એવું પણ લોકો કહી રહ્યા હતા કે ચાંચ બંદર પર બ્રિજની માગ અને રજૂઆત છતા ભાજપ સરકારે બ્રીજ ન બનવા દીધો તેથી સરકારનું ધ્યાન પડે તે માટે અંબરીશ ડેરે જે કર્યું તે સરાહનીય છે. તો બીજી બાજુ જેવા તે ચાંચબંદના કિનારે પહોંચે છે ત્યાં જ નારા લાગે છે કે નાટકબાજી બંધ કરો.
ADVERTISEMENT
ડેરના ડેરિંગ પથી સમર્થકો અને વિરોધીઓ આમને સામને
અંબરીશ ડેરે જ્યાં લોકો પાણીમાં ચાલી રહ્યા હતા તેટલી ઉંડાઈમા તરીને 300 મીટરનું અંતર કાપ્યું હતું. દરમિયાન લોકો તેમની જયજયકાર કરી રહ્યા હતા, તો કેટલાક લોકો તેમને નાટકબાજ કહી રહ્યા હતા. અંબરીશ ડેરે તરવાનું ચાલુ રાખ્યું હતું અને ચાંદ બંદર પર પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે ચાંચ બંદર પર જવા માટે લોકોને 42 કિલોમીટર દુર ફરવું પડે છે. અહીંના લોકો માટે અહીં બ્રિજની માગણી છેલ્લા ઘણા સમયથી હતી જેને કોંગ્રેસના ઉમેદવાર સારી રીતે સમજી ગયા હતા. ચૂંટણી છે ત્યારે તેઓએ ખાસ મતદારોને આકર્ષવા એક નવી જ તરકીબ અપનાવી હતી.
અંબરીશ ડેરે કહ્યું…
અંબરીશ ડેરે પોતે પણ કહ્યું હતું કે, ચાંચ બંદર પર જવા માટે 42 કિલોમીટર સુધી લોકોને ફરવું પડે છે, વિક્ટર બંદરથી ચાંચ બંદર વચ્ચે દરિયાઈ ખાડી પર 300 મીટર માત્રનો બ્રિજ બનાવવાથી 22 કિલોમીટરથી પણ વધુ અંતર ઘટી જાય છે અને તેને કાપવા માટેનો માણસનો સમય પણ ઘટી જાય છે. આ અંગે હું ઘણી વખત વિધાનસભામાં પણ રજૂઆતો કરી ચુક્યો છું, પણ સરકાર પુલ મંજુર કરતી નથી. સરકારની આંખો ઉઘાડવા માટે હું અને 15 જેટલા કાર્યકરો સાથે મળીને તરતા બીજી તરફ પહોંચ્યા છીએ.
ડેરનો પાણીમાં ધુબકો અને સ્થાનીક રાજકારણ ડહોળાયું
રાજુલા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચાંચ બંદર પર પુલને લઈને સ્થાનીક રાજકારણ ડહોળાયું છે. અંબરીશ ડેર અહીં એક છેડેથી બીજા છેડા સુધી તરતા જાય છે ત્યારે ત્યાં નાટકબાજી બંધ કરોના સુત્રોચ્ચાર પણ લાગ્યા હતા. જ્યાં ડેરના સમર્થકોએ અંબરીશ ડેર કામ કરે છેના નારા લગાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ડેરે પાણીમાં ધુબકો માર્યો અને સ્થાનીક રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો.
ADVERTISEMENT